Not Set/ મારી તબિયત સારી, મારા સંપર્કમાં આવેલા લોકો ટેસ્ટ કરાવે : CM રૂપાણી

રાજ્યમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈને દિન રાત પાર્ટી માટે કાર્યનિષ્ઠ થઈને કાર્ય કરી રહેલા મુખ્યમંત્રી રૂપાણીનો કોરોના ટેસ્ટ આજે પોઝિટિવ આવ્યો હતો. આ ઘટનાની જાણ થતાની સાથે જ સમગ્ર ભાજપમાં ફફડાટ ફેલાઈ ગયો હતો. ભાજપના

Top Stories
cm rupani corona મારી તબિયત સારી, મારા સંપર્કમાં આવેલા લોકો ટેસ્ટ કરાવે : CM રૂપાણી

રાજ્યમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈને દિન રાત પાર્ટી માટે કાર્યનિષ્ઠ થઈને કાર્ય કરી રહેલા મુખ્યમંત્રી રૂપાણીનો કોરોના ટેસ્ટ આજે પોઝિટિવ આવ્યો હતો. આ ઘટનાની જાણ થતાની સાથે જ સમગ્ર ભાજપમાં ફફડાટ ફેલાઈ ગયો હતો. ભાજપના કાર્યકર્તાઓ તેમજ માંધાતાઓ સૌ કોઈ તેમને જલ્દીથી સાજા થઈ જાય તેવી શુભેચ્છા પાઠવી રહ્યા હતા. તેની વચ્ચે મુખ્યમંત્રી રૂપાણી એ પોતે ટ્વિટ કરી અને તેમની તબિયત અંગે માહિતી આપી છે. તેમજ તેમના સંપર્કમાં આવેલા લોકોને ટેસ્ટ કરવા માટે અપીલ કરી છે.

Corona Vaccine / વિશ્વભરના 20 દેશોને કોરોનાની રસી પહોંચાડવામાં ભારત બન્યો દેવદૂત, બે કરોડથી વધારે રસી મોકલી

#CMRupani / મુખ્યમંત્રી રૂપાણીના બુધવારના રાજકોટના કાર્યક્રમો રદ્, કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઈરાની સભાઓ ગજાવશે

કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છતાં મુખ્યમંત્રી રૂપાણી પોતાની જવાબદારી હોસ્પિટલમાં આઈસોલેટ રહી અને સંભાળી રહ્યા છે. તેમજ તેઓ સારવાર લઇ રહ્યા છે. તેઓએ ટ્વિટ કરીને પોતાની તબિયત અંગે જાણકારી આપી હતી.મુખ્યમંત્રી એ જણાવ્યું હતું કે “મારી તબિયત સારી છે ઝડપથી સારવાર થઈ રહી છે.મારા સંપર્કમાં આવેલા લોકોને અપીલ કરું છું કે તેઓ પણ સ્વેચ્છાએ સાવચેતીના ભાગરૂપે કોવિડ ટેસ્ટ કરાવે.”

ISRO / પ્રથમ વખત અતરીક્ષમાં ભગવદ્ ગીતા અને PM મોદી સાથે 25 હજાર લોકોના નામ જશે, 28મી ISRO લોન્ચ કરશે સેટેલાઈટ

મુખ્યમંત્રીની તબિયત ખરાબ હોવાના તેમજ ત્યારબાદ કોરોના સંક્રમિત હોવાના સમાચાર વાયુવેગે સમગ્ર દેશમાં ફેલાયા હતાં.ગૃહમંત્રી અમિત શાહે ટ્વિટ કરીને લખ્યું કે, “ગુજરાતના મુખ્યમંત્રી  કોરોના સંક્રમિત થયાના સમાચાર જાણ્યાં. હું ઇશ્વરને પ્રાર્થના કરૂ છું કે, તેઓ ટૂંક સમયમાં સ્વસ્થ થઇ, આપણી વચ્ચે આવે અને પુન: જનકલ્યાણના કામોમાં સક્રિય થાય. મહત્વનું છે કે, ગઇકાલે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પણ ફોન કરીને મુખ્યમંત્રી વિજય રૂપાણીના ખબર અંતર પૂછ્યા હતા.”

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –

દેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો…