Not Set/ જમ્મુ-કાશ્મીરનું રાજકારણ ગરમાયું: શું કોંગ્રેસ સાથે મળીને સરકાર બનાવશે મહેબૂબા ?

નવી દિલ્હી, જમ્મુ-કાશ્મીરમાં સરકાર બનાવવા માટેની કોશિશોમાં તેજી આવી છે. છેલ્લા બે દિવસથી પૂર્વ મુખ્યમંત્રી મહેબૂબા મુફ્તી દિલ્હીમાં છે. તેઓ યુપીએ અધ્યક્ષ સોનિયા ગાંધી અને કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી સાથે મુલાકાત કરી શકે છે. આજે સવારે પૂર્વ પ્રધાનમંત્રી મનમોહન સિંહના ઘરે બેઠક પણ થઇ હતી. જેમાં ડો. કર્ણ સિંહ, પૂર્વ નાણા મંત્રી પી ચિદંબરમ, રાજ્યસભામાં […]

Top Stories India
muftimehboo જમ્મુ-કાશ્મીરનું રાજકારણ ગરમાયું: શું કોંગ્રેસ સાથે મળીને સરકાર બનાવશે મહેબૂબા ?

નવી દિલ્હી,

જમ્મુ-કાશ્મીરમાં સરકાર બનાવવા માટેની કોશિશોમાં તેજી આવી છે. છેલ્લા બે દિવસથી પૂર્વ મુખ્યમંત્રી મહેબૂબા મુફ્તી દિલ્હીમાં છે. તેઓ યુપીએ અધ્યક્ષ સોનિયા ગાંધી અને કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી સાથે મુલાકાત કરી શકે છે. આજે સવારે પૂર્વ પ્રધાનમંત્રી મનમોહન સિંહના ઘરે બેઠક પણ થઇ હતી. જેમાં ડો. કર્ણ સિંહ, પૂર્વ નાણા મંત્રી પી ચિદંબરમ, રાજ્યસભામાં કોંગ્રેસ સંસદીય દળના નેતા ગુલામ નબી આઝાદ અને અંબિકા સોની શામેલ હતા.

ghulam nabi azad જમ્મુ-કાશ્મીરનું રાજકારણ ગરમાયું: શું કોંગ્રેસ સાથે મળીને સરકાર બનાવશે મહેબૂબા ?

મનમોહન સિંહના ઘરે બપોરે સાડા અગિયાર વાગે કોંગ્રેસના નેતાઓ વચ્ચે બેઠક થઇ હતી. સુત્રો દ્વારા મળતી જાણકારી મુજબ આ બેઠકમાં કાશ્મીરના રાજનીતિક મુદ્દે ચર્ચા થશે. બેઠકમાં ગઠબંધનના મુદ્દે ચર્ચા થઇ હતી.

જમ્મુ-કાશ્મીરમાં હાલમાં ભાજપે મહેબૂબા સરકારને આપેલો ટેકો પાછો ખેંચી લીધો હતો. ત્યારબાદ જમ્મુ-કાશ્મીરમાં રાજ્યપાલ શાસન લગાવવામાં આવ્યું હતું. સરકાર પડી ભાંગ્યા બાદ કોંગ્રેસ અને પીડીપી ગઠબંધનનો ક્યાસ લાગવાવમાં આવી રહ્યો હતો. 89 સભ્યો વાળી જમ્મુ-કાશ્મીર વિધાનસભામાં કોંગ્રસના 12 અને પીડીપીના 28 ધારાસભ્ય છે.

rahul2520gandhi 20171120012040 જમ્મુ-કાશ્મીરનું રાજકારણ ગરમાયું: શું કોંગ્રેસ સાથે મળીને સરકાર બનાવશે મહેબૂબા ?

આ પહેલા ગુલામ નબી આઝાદે જમ્મુ-કાશ્મીરમાં પીડીપી સાથે ક્યારે પણ ગઠબંધન ના કરવાની વાત કહી હતી. એમણે કહ્યું હતું કે ગઠબંધનનો કોઈ સવાલ જ ઉઠતો નથી.

603049 sonia and rahul gandhi afp જમ્મુ-કાશ્મીરનું રાજકારણ ગરમાયું: શું કોંગ્રેસ સાથે મળીને સરકાર બનાવશે મહેબૂબા ?

જમ્મુ-કાશ્મીરમાં છેલ્લા એક દસકામાં ચોથી વાર રાજ્યપાલ શાસન લાગવાવમાં આવ્યું છે. અને સંયોગની વાત છે કે આ ચારે વખત રાજ્યપાલ વહોરાના કાર્યકાળમાં બન્યું છે. વહોરા જુન 2008માં જમ્મુ-કાશ્મીરના રાજ્યપાલ બન્યા હતા. છેલ્લા ચાર દસકમાં રાજ્યમાં આઠ વાર રાજ્યપાલ શાસન લાગવાવમાં આવ્યું છે. હાલની વિધાનસભાનો કાર્યકાળ માર્ચ 2021માં ખતમ થશે.