Not Set/ આર્થિક મોરચે દેશની પાછી પાની, મોટા આંચકા સાથે GDP 5.8 % થી ઘટીને 5 %

આર્થિક મોરચે દેશની પાછી પાની જોવામાં આવી રહી છે. દેશનાં અર્થતંત્રને મોટો આંચકા લાગ્યો હોય તેમ દેશનું કુલ સ્થાનિક ઉત્પાદન (GDP) 5.8 ટકાથી ઘટીને 5 ટકા પર આવી ગયું છે. વિશ્વભરમાં પ્રવર્તતા આર્થિક મંદીનાં મોજાથી ભારત પણ અછુત રહેતું નથી. ગયા વર્ષે આ વખતે GDP 8.2.ટકા હતો. ચાલુ નાણાકીય વર્ષ 2019-20નાં પ્રથમ ત્રિમાસિક ગાળા એપ્રિલ-જૂનનાં […]

Top Stories India
GDP આર્થિક મોરચે દેશની પાછી પાની, મોટા આંચકા સાથે GDP 5.8 % થી ઘટીને 5 %

આર્થિક મોરચે દેશની પાછી પાની જોવામાં આવી રહી છે. દેશનાં અર્થતંત્રને મોટો આંચકા લાગ્યો હોય તેમ દેશનું કુલ સ્થાનિક ઉત્પાદન (GDP) 5.8 ટકાથી ઘટીને 5 ટકા પર આવી ગયું છે. વિશ્વભરમાં પ્રવર્તતા આર્થિક મંદીનાં મોજાથી ભારત પણ અછુત રહેતું નથી.

ગયા વર્ષે આ વખતે GDP 8.2.ટકા હતો. ચાલુ નાણાકીય વર્ષ 2019-20નાં પ્રથમ ત્રિમાસિક ગાળા એપ્રિલ-જૂનનાં ક્વાર્ટરમાં GDPનો વૃદ્ધિ દર, ચાલુ નાણાકીય વર્ષનાં પ્રથમ ક્વાર્ટરમાં મંદ પડીને 5 ટકા થઇ ગયો છે. તો આર્થિક વિકાસ દર પણ ગયા વર્ષે એપ્રિલ-જૂનની સરખામણીએ ઘટીને 5 ટકા થઈ ગયો છે જે ગયા વર્ષે 8 ટકા હતો.

GDP આર્થિક મોરચે દેશની પાછી પાની, મોટા આંચકા સાથે GDP 5.8 % થી ઘટીને 5 %

ચાલુ નાણાકીય વર્ષનાં પ્રથમ ત્રિમાસિક ગાળામાં કૃષિ ક્ષેત્રનો વિકાસ 2 ટકા થયો છે, જે અગાઉનાં ત્રિમાસિક ગાળામાં -0.1% હતો. અગાઉના ત્રિમાસિક ગાળામાં બાંધકામ ક્ષેત્ર 5.7 ટકા થયો જે પહેલાનાં ક્વાટરમાં 7.1 ટકા હતો.

Budget2016 economy growth GDP e1489547760529 770x433 e1531126832377 આર્થિક મોરચે દેશની પાછી પાની, મોટા આંચકા સાથે GDP 5.8 % થી ઘટીને 5 %

બીજી બાજુ, મેન્યુફેક્ચરિંગ સેક્ટર ગત ક્વાર્ટરમાં 3.1 ટકાનો વૃદ્ધિ દર આ ક્વાટરમાં 0.6 ટકા થયો છે.  ખાણ ક્ષેત્રમાં આ ક્વાટરમાં 2.7% વૃદ્ધિ દર નોંધવામાં આવ્યો છે જે અગાઉનાં ક્વાટરમાં 4.2.% હતો.

આમ ઓવરઓલ વાત કરવામાં આવે તો દેશનાં અર્થતંત્ર પર વિશ્વમંદીની અસરો અને ઘેરા પ્રત્યાઘાતો જોવામાં આવી રહ્યા છે. સરકાર દ્વારા જોકે, અર્થતંત્રને પાટા પર ચડાવવા માટે તમામ બનાતા પ્રયાસો અને પગલા લેવામાં આવી રહ્યા છે. ત્યારે ઘટતો GDP દેશ માટે ભવિષ્યમાં મોટી મુસીબતો નોતરી શકે છે તે પણ ચોક્કસ વાત છે.

 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો મંતવ્ય ન્યૂઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન.