કોરોનાના નવા વેરિયન્ટનો ખતરો Corona-Research વૈશ્વિક ક્ષેત્રે ખૂબ જ ઝડપથી વધતો દેખાઈ રહ્યો છે. હાલમાં જ સામે આવેલા બે નવા વેરિયન્ટ એરિસ અને BA.2.68ને લઈને વૈજ્ઞાનિકોએ એલર્ટ કર્યા છે. વૈજ્ઞાનિકોનું કહેવું છે કે,આ વેરિયન્ટનું સંક્રમણ દર ખબુ વધુ જોવામ મળી રહ્યું છે. આ વેરિયન્ટનો ખતરો એવા લોકોને પણ થઈ શકે છે જેમણે વેક્સિન લીધી છે અથવા સંક્રમણ બાદ જેમના શરીરમાં રોગપ્રતિકારક રહેલી છે. નવા વેરિયન્ટમાં જોવા મળ્યું છે કે,વધુ પડતા મ્યૂટેશનના કારણે તે સરળતાથી ઈમ્યુનિટીને પછાળી શકે છે.
કોરોના કેવી રીતે સ્વાસ્થ્યને નુકસાન પહોંચાડી શકે છે, તે જાણવા Corona-Research માટે ઈન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિલક રિસર્ચ(ICMR)એ એક એધ્યયન કર્યું છે.જે અનુસાર રિપોર્ટમાં સામે આવ્યું છે કે,સંક્રમીત રહેલા 40 વર્ષથી વધુની ઉંમર લોકો કોમોરબિડીટીના શિકાર હતા અથવા તેમાં મધ્યમથી ગંભીર લક્ષણો રહ્યાં છે,એવા લોકોમાં સંક્રમણથી ઠીક થવામાં એક વર્ષ અંદર મૃત્યુદર વધુ જોવા મળ્યો છે.કોરોના સંક્રમણ શરીરમાં એવી રીતે સમસ્યાઓને અને ગંભીરતાઓ વિકસિત કરશે જે આગળ જતા મૃત્યુનો ખતરો પણ વધારી શકે છે.
હોસ્પિટલમાંથી રજા મળ્યા બાદ દર્દીઓનો મૃત્યુદર
હોસ્પિટલમાં ભરતી કોરોનના દર્દીઓમાં ડિસ્ચાર્જ બાદ મૃત્યુદર Corona-Research જોવા મળી રહ્યો છે. આ અધ્યયનમાં સામે આવ્યું છે કે, જે સહભાગીઓને કોરોના સંક્રમણ પહેલા વેક્સિન પ્રથમ ડોઝ મળ્યો હતો, તેમનામાં ડિસ્ચાર્જ બદ મૃત્યુદરનું જોખમ ઓછુ જોવા મળી રહ્યું છે.
અધ્યયનમાં કહેવામાં આવ્યું છે કે, પ્રસ્તુત વિશ્લેષણમાં માત્ર એવા દર્દીઓ હતા જે કોરોનાના કારણ હોસ્પિટલમાં ભરતી હતા. સંશોધકોને જાણવા મળ્યુ કે, અને પ્રકારના સ્વાસ્થ્ય જોખમ વધારી શકે છે, જેના કારણ ગંભીર બિમારીઓ અને મૃત્યુનો ખતરો પણ વધી શકે છે.
નવા વેરિયન્ટને લઈને ખતરો વધ્યો!
કોરોનાના નવા વેરિયન્ટને લઈને ઘણા નવા અધ્યયનોમાં સંશોધકોએ Corona-Research જણાવ્યું છે કે,તેનો સંક્રમણ દરમાં ખુબ વધારો જોવા મળી રહ્યો છે. જેના કારણે દુનિયાભરમાં તેજીથી સંક્રમણ અને હોસ્પિટલોમાં દર્દીઓની સંખ્યા વધી રહી છે. જોકે, રિપોર્ટ અનુસાર, સતત ચોથા અઠવાડિયે કોરોનાના કારણે હોસ્પિટલમાં ભરતી સંક્રમિતોના કેસ વધ્યા છે,આ પ્રકારના આંકડા ચિંતા વધારી શકે છે.વૈજ્ઞાનિકોની ટીમનું કહેવું છે કે જે ગતિએ ઘણા દેશોમાં કોરોનાના કેસો વધી રહ્યા છે તે જોતા સંક્રમણને રોકવા માટે બધા દ્વારા સતત પ્રયાસ કરવાની જરૂર છે.
પ્રધાનમંત્રીના સચિવે કરી બેઠક
દુનિયાભરમાં કોરોનના નવા ઉભરતા વેરિયન્ટને જોતા પ્રધાનમંત્રીના Corona-Research અગ્ર સચિવ પીકે મિશ્રાએ દેશમાં વર્તમાન કોરોનાની સ્થિતિ અને તેની તૈયારીઓની સમીક્ષા માટે એક ઉચ્ચ સ્તરીય બેઠક અધ્યક્ષતા કરી હતી. જેમાં તમામ રાજ્યો,કેન્દ્રશાસિત પ્રદેશોના ઈન્ફ્લુએન્જ જેવી બિમારીઓ સીવિયર એક્યૂટ રેસ્પોટેરી ઈન્ફેક્શન (SARI) મોનીટર કરવા, કોરોના પરીક્ષણ અને જીનોમ સિક્વન્સિંગને પ્રોત્સાહન આપવાની સૂચના આપવામાં આવી છે.
ભારતમાં કોરોનાની સ્થિતિ નિયંત્રણમાં છે!
વિશ્વ સ્વાસ્થ્ય સંગઠન (WHO) અનુસાર, EG.5 (Aris) 50 થી Corona-Research વધુ દેશોમાં નોંધવામાં આવ્યું છે, જ્યારે BA.2.86 (Pirola) પ્રકાર ચાર દેશોમાં છે. સમગ્ર દેશમાં કોવિડ-19ના નવા કેસોની દૈનિક સરેરાશ 50 ની નીચે અને સાપ્તાહિક ટેસ્ટ પોઝિટીવીટી રેટ 0.2% ની નીચે રહેવા સાથે, ભારતમાં પરિસ્થિતિ હાલમાં ખૂબ નિયંત્રણમાં છે.આરોગ્ય નિષ્ણાતોએ તમામ લોકોને કોરોનાથી બચવા માટેના ઉપાયો કરતા રહેવાની સલાહ આપી છે.
આ પણ વાંચોઃ સુરત/પ્રવાહ પલટાયોઃ સાયન્સ-કોમર્સને રામ-રામ, આર્ટ્સમાં વિદ્યાર્થીઓને કામ-કામ
આ પણ વાંચોઃ Dwarka Police In Action/દ્રારકા પોલીસની મોટી કાર્યવાહી, પંજાબના સંગરુરમાંનશાયુક્ત સીરપની ફેક્ટરી, 15 હજારથી વધુ બોટલો જપ્ત
આ પણ વાંચોઃ માનવતા શર્મસાર/70 વર્ષનો વ્યક્તિ બન્યો હેવાન, 4 વર્ષની માસૂમ પર કર્યો બળાત્કાર
આ પણ વાંચોઃ Kush Patel-Suicide/ડુંગરા દૂરથી રળિયામણાઃ લંડનમાં અમદાવાદના કુશ પટેલની આત્મહત્યા
આ પણ વાંચોઃ Gujarat politics/લોકસભા ચૂંટણી પહેલા કોંગ્રેસનું OBC કાર્ડ, ગુજરાતમાં આ ૨ નેતાઓને મળી જગ્યા
