Patana/ એકવાર જાતિ આધારિત જનગણના દેશની છે જરૂરિયાત: CM નીતીશ કુમાર

આ વર્ષે દેશમાં વસ્તી ગણતરી થવાની છે, પરંતુ તે પહેલા બિહારનાં મુખ્ય પ્રધાન નીતીશ કુમારે એક મોટું નિવેદન આપ્યું છે.

India

આ વર્ષે દેશમાં વસ્તી ગણતરી થવાની છે, પરંતુ તે પહેલા બિહારનાં મુખ્ય પ્રધાન નીતીશ કુમારે એક મોટું નિવેદન આપ્યું છે. નીતીશ કુમારે કહ્યું કે, એકવાર દેશમાં જાતિગત ગણતરી થવી જરૂરી છે. જેથી જાણી શકાય કે દેશમાં કેટલી-કેટલી જાતિનાં લોકો છે. તેમણે કહ્યું કે, આ આધાર પર, સરકારને તેની નીતિઓ બનાવવામાં મદદ થશે.

જેડીયુ ઓફિસ પહોંચેલા નીતીશ કુમાર મીડિયા સાથે વાત કરી રહ્યા હતા. આ દરમિયાન તેમણે કહ્યું કે, મેં અગાઉ જાતિગત ગણતરીની વાત પણ કરી હતી. આ સંદર્ભે કેન્દ્ર સરકારે માંગ પણ કરી છે કે આ વખતે જાતિનાં આધારે જનગણના કરવાની વ્યવસ્થા કરવામાં આવે. તેમણે કહ્યું કે, આઝાદી પહેલા જ્ઞાતિનાં ધોરણે વસ્તી ગણતરી કરવામાં આવી હતી, પરંતુ તે પછી તે બંધ કરી દેવામાં આવી હતી.

નીતીશ કુમારે કહ્યું કે, એકવાર દેશમાં જાતિ આધારિત ગણતરી કરવામાં આવે, તે આજની જરૂરિયાત છે. તેના આધારે, અમે અમારી નીતિઓ ઘડવામાં સમર્થ થઈશું. અમે પૂર્ણ પ્રયત્ન કરીશું કે આ વખતે વસ્તી ગણતરી જાતિ આધારિત થવી જોઈએ.

Political / પુડ્ડુચેરીમાં માછીમારોને લઇને રાહુલ ગાંધી આ શું બોલી ગયા? જાણો

Political / હજુ ખતમ નથી થયો કોરોના, સરકાર ઘોર બેદરકારી દાખવી રહી છે: રાહુલ ગાંધી

Political / કાયદો-વ્યવસ્થાને લઇને માયાવતીએ યુપી સરકારને લીધી આડેહાથ

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –

નાગરીકોની શિસ્તબધ્ધતા અને તંત્રની અથાગ મહેનતનાં કારણે ગુજરાતમાં કોરોના નામશેષ થવાનાં આરે પહોંચી ચૂક્યો છે. ગાફેલ રહેવાની બીલકુલ જરુર નથી કારણ કે કોરોનાની સંપૂર્ણ નાબૂદીમાં હજુ થોડો સમય લાગશે. જો કે, ગુજરાતનાં આ સદનસીબ છે કે કોરોનાની ચાલ મંદી પડી છે, બાકી વિશ્વનાં અનેક દેશમાં આજે પણ કોરોના કહેર વર્તાવી જ રહ્યો છે. આવા સમયે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે અને જે આપણે કરી પણ બતાવ્યું છે. છતા પણ બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય, ચાલો સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવીએ…