Political/ હજુ ખતમ નથી થયો કોરોના, સરકાર ઘોર બેદરકારી દાખવી રહી છે: રાહુલ ગાંધી

કોંગ્રેસનાં પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીએ બુધવારે આરોપ લગાવ્યો હતો

India

કોંગ્રેસનાં પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીએ બુધવારે આરોપ લગાવ્યો હતો કે દેશમાં દક્ષિણ આફ્રિકા અને બ્રાઝિલિયન સ્વરૂપોનાં કોરોના વાયરસનાં કેસો સામે આવ્યા બાદ સરકાર કોવિડ-19 અંગે ભારે બેદરકારી દાખવી રહી છે. એક સમાચાર શેર કરતાં તેમણે ટ્વીટ કર્યું, ‘કેન્દ્ર સરકાર ઘોર બેદરકારી દાખવી રહી છે અને કોવિડ-19 અંગે અતિવિશ્વાસમાં છે. આ હજી ખતમ થયું નથી.’

ખેડૂતોનું આંદોલન હોય કે બજેટ, મોંઘવારી હોય કે લદાખની સમસ્યા, રાહુલ ગાંધી સતત મોદી સરકાર પર સવાલો ઉભા કરી રહ્યા છે, તેમના તાજેતરનાં ટ્વિટમાં રાહુલ ગાંધીએ મોદી સરકારને કોરોનાને લઇને કટાક્ષ કર્યો છે. રાહુલ ગાંધીએ ટ્વીટ પર એક સમાચારનો સ્ક્રીનશોટ શેર કરતા લખ્યું કે, ‘કોરોના હજી ખતમ થયો નથી, સરકાર ઘોર બેદરકારી અને અતિ વિશ્વાસનો શિકાર છે’. જણાવી દઇએ કે, રાહુલ ગાંધીએ આ ટ્વિટ દેશનાં ચાર લોકોમાં દક્ષિણ આફ્રિકાનાં કોરોના સ્ટ્રેન મળ્યા બાદ કર્યું છે.

આપને જણાવી દઇએ કે, દેશમાં પ્રથમ વખત ચાર લોકોને સાર્સ-સીઓવી-2 વાયરસ હોવાનું સામે આવ્યુ છે, જે વિશે આઈસીએમઆરનાં ડાયરેક્ટર જનરલ બલરામ ભાર્ગવે કહ્યુ હતુ કે, ફેબ્રુઆરીનાં પહેલા અઠવાડિયામાં SAS-CoV-2 નાં બ્રાઝિલિયન વેરિઅન્ટ વિશે જાણવા મળ્યુ છે. આ યુકે વેરિયન્ટથી અલગ છે.

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –

નાગરીકોની શિસ્તબધ્ધતા અને તંત્રની અથાગ મહેનતનાં કારણે ગુજરાતમાં કોરોના નામશેષ થવાનાં આરે પહોંચી ચૂક્યો છે. ગાફેલ રહેવાની બીલકુલ જરુર નથી કારણ કે કોરોનાની સંપૂર્ણ નાબૂદીમાં હજુ થોડો સમય લાગશે. જો કે, ગુજરાતનાં આ સદનસીબ છે કે કોરોનાની ચાલ મંદી પડી છે, બાકી વિશ્વનાં અનેક દેશમાં આજે પણ કોરોના કહેર વર્તાવી જ રહ્યો છે. આવા સમયે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કેકોરોનાથી ડરવાની નહીંપરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે અને જે આપણે કરી પણ બતાવ્યું છે. છતા પણ બને તેટલો જાહેર સંપર્ક ટાળોકોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય, ચાલો સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવીએ