સુરતના પુણા પોલીસ મથકનો 200 જેટલા લોકોએ ઘેરાવો કર્યો હતો. ઘટના એવી બની હતી કે મનીષ, કૌશલ અને દેવેન્દ્ર ત્રણે યુવાનો ટેક્સટાઈલ માર્કેટમાં કામ પૂર્ણ કરી રાત્રીના સમયે પોત પોતાની બાઈક પર ઘરે જતા હતા તે દરમ્યાન પુણા વિસ્તારમાં આવેલ ઇન્ટરસિટી વિસ્તારમાં પોલીસ વાહન ચેકીંગ માટે ઉભી હતી. તે દરમ્યાન આ ત્રણેય ત્યાંથી પસાર થયા હતા.
જેમાં થોડી વાતચીત બાદ પોલીસ કર્મીઓએ આ ત્રણેય ઈસમને ઢોરમાર માર્યા હતા એટલું જ નહીં ત્યારબાદ પોલીસ સ્ટેશન ખાતે લાવી માર મરાયો હતો. અંદાજીત 8 જેટલા પોલીસ કર્મીઓ ત્રણેય યુવાનો પર તૂટી પડ્યા હોવાના આક્ષેપ ત્રણેય યુવાને કર્યા હતા. મહત્વનું છે કે આ ત્રણેય યુવાનોમા મનીષના હાથે ફેક્ચર થયું છે કૌશલને જાંઘના ભાગે ગંભીર ઇજા પહોંચી છે તો દેવેન્દ્રને કાનના ભાગે ગંભીર ઇજા થઈ છે.
પોલીસે તેમને દંડની રસીદ આપી ત્યાંથી રવાના કરી દીધા હતા. ત્યારબાદ ત્રણેય યુવાનોએ સારવાર લઈ ઘરે જાણ કરતા પરિવારજનો મોટી સંખ્યામાં ત્રણેયને સાથે રાખી પુણા પોલીસ સ્ટેશન પહોંચી પોલીસ સ્ટેશનનો ઘેરાવો કર્યો હતો અને નારેબાજી સાથે પોલીસ ફરિયાદ કરવાની માંગ કરી હતી.
મહત્વનું છે કે ઘટનાની જાણ થતા જ પોલીસના ઉચ્ચ અધિકારીઓ ACP અને DCP તાત્કાલિક પુણા પોલીસ મથક ખાતે દોડી આવ્યા હતા. ત્રણેય યુવાનોની વાત સાંભળી DCP એ 8 જેટલા પોલીસ કર્મીઓ સામે ફરિયાદ નોંધી હતી. ઈજાગ્રસ્ત ત્રણેય યુવાનોમાંથી દેવેન્દ્ર જ્યારે મોબાઈલમાં વીડિયો બનાવતો હતો ત્યારે તેમનો મોબાઈલ પોલીસ કર્મીઓએ લઈ વીડિયો ડીલીટ કરવી તેમને લન માર માર્યો હતો. સમગ્ર ઘટનાને લઈ લોક ટોળું પુણા પોલીસ મથકે પહોંચ્યું હતું. તાત્કાલિક અસરથી DCP એ 8 જેટલા પોલીસ કર્મી સામે ગુનો નોંધી ફરિયાદ લેતા મામલો શાંત થયો હતો
આ પણ વાંચો:Surat/સુરતના કોસાડ તળાવમાં યુવકનું ડૂબી જતાં મોત, પરિવારે અણબનાવની શંકા વ્યક્ત કરી
આ પણ વાંચો:surat suicide/સુરત કારોબારમાં નિષ્ફળતાના પગલે યુવકની આત્મહત્યા
આ પણ વાંચો:Mental health Center/હવે અમદાવાદ પૂર્વમાં પણ માનસિક દિવ્યાંગ બાળકો માટે સેન્ટર ખૂલ્યું
