Mental health Center/ હવે અમદાવાદ પૂર્વમાં પણ માનસિક દિવ્યાંગ બાળકો માટે સેન્ટર ખૂલ્યું

મહાવીર હોસ્પિટલના Mental health Center પાંચમા માળે સેવા અર્થે માનસિક દિવ્યાંગ બાળકો માટે પૂર્વ વિસ્તારનું સૌ પ્રથમ સેન્ટર હમિંગબર્ડ નું અનાવરણ ગુજરાત સરકારના મંત્રી અને નિકોલ વિધાનસભાના લોકપ્રિય જન પ્રતિનિધિ શ્રી જગદીશભાઈ વિશ્વકર્મા સાહેબના વરદ હસ્તે રાખવામાં આવ્યું હતું.

Ahmedabad Gujarat

@Abhisheksinh Vaghela

અમદાવાદઃ મહાવીર હોસ્પિટલના Mental health Center પાંચમા માળે સેવા અર્થે માનસિક દિવ્યાંગ બાળકો માટે પૂર્વ વિસ્તારનું સૌ પ્રથમ સેન્ટર હમિંગબર્ડ નું અનાવરણ ગુજરાત સરકારના મંત્રી અને નિકોલ વિધાનસભાના લોકપ્રિય જન પ્રતિનિધિ શ્રી જગદીશભાઈ વિશ્વકર્મા સાહેબના વરદ હસ્તે રાખવામાં આવેલ અને  દુંદાળા દેવ ગણેશજીની પૂજાઅર્ચનામા ભાગ લેવાનુ સદભાગ્ય પ્રાપ્ત થયુ,

મહાવીર હોસ્પિટલના ઓનર શ્રી ડૉ . શૈલેષ દુબે અને શ્રીમતી Mental health Center ડો. અનુષા દુબે એમ.ડી.મેડિસિન . ડૉ.અમિત મિશ્રા .PHD ડૉ.રાજેશભાઈ પરમાર જનરલ સર્જન, ડો. રવિ પટેલ ઓર્થોપેડિક સર્જન ડો. મિલન વાજા. એન.એ.થેશિયા, એમ.ડી તેમજ મહાવીર પરિવારના સૌ સદસ્યો અને સ્ટાફગણ ઉપસ્થિત રહ્યા.

આ અંગે જનપ્રતિનિધિ જગદીશભાઈ વિશ્વકર્માએ Mental health Center જણાવ્યું હતું કે અમદાવાદ ગુજરાતમાં માનસિક દિવ્યાંગ બાળકો માટે મહત્વનું કેન્દ્ર બની રહ્યુ છે. તેમા પણ હવે આ પ્રકારની સારવાર ફક્ત અમદાવાદના પશ્ચિમ વિસ્તાર પૂરતી જ સીમિત નથી, આ સેન્ટર ખૂલવાની સાથે હવે માનસિક દિવ્યાંગ બાળકોની સારવાર પૂર્વમાં પણ મળશે. તેથી શહેરના પૂર્વમાં રહેનારાઓએ આ માટે પશ્ચિમ વિસ્તાર સુધીના ધક્કા નહી ખાવા પડે.

આ સાથે તેમણે આ પ્રકારની સેવા શરૂ કરનારી Mental health Center મહાવીર હોસ્પિટલનો આભાર માન્યો હતો. તેમનું કહેવું હતું કે આગામી સમયમાં હેલ્થકેર સેક્ટર અને માનસિક સારવાર કેન્દ્ર આરોગ્ય વિષયક બાબતોના મહત્વના પાસા તરીકે ઉભરી આવનારા છે તે સમયે મહાવીર હોસ્પિટલની આ પહેલ આવકાર્ય છે. રીતસરના ભગવાન મહાવીરના જનસેવાના સૂત્રને જ ચરિતાર્થ કરતાં આ પગલું મહાવીર હોસ્પિટલે ભર્યુ છે. તેની સાથે તેમણે હોસ્પિટલની આ પહેલને પાશેરામાં પહેલી પૂણી ગણાવી હતી. માનસિક સારવારના મોરચે હજી ઘણો અવકાશ રહેલો છે તથા જીવનની વધતી જતી જટિલતાને ધ્યાનમાં રાખતા આગળ જતાં આ દિશામાં ઘણું કરવાનું આવી શકે છે એમ તેમણે જણાવ્યું હતું.

 

આ પણ વાંચોઃ વિવાદ બાદ કેસ/ ચંદયાન-3ની મજાક ઉડાવી અભિનેતા પ્રકાશ રાજને પડી ભારે, નોંધાયો પોલીસ કેસ

આ પણ વાંચોઃ Chandrayaan-3 Landing/ કરીના કપૂરથી લઈને મનોજ જોશી સુધીના આ સ્ટાર્સે ‘ચંદ્રયાન 3’ પર કરી પોતાની ખુશી વ્યક્ત 

આ પણ વાંચોઃ સુપર બોલ્ડ ફોટો/ ઈશા ગુપ્તાની બોલ્ડનેસે લોકોને પરસેવો છોડાવી દીધો, બોલ્ડ ફોટા આગની જેમ થયા વાયરલ

આ પણ વાંચોઃ Prakash Raj Controversy/ ચંદ્રયાન-3ના લેન્ડિંગ પહેલા પ્રકાશ રાજે ઇસરોના પૂર્વ વડાની ઉડાવી મજાક, લોકોએ આપી આવી પ્રતિક્રિયા

આ પણ વાંચોઃ Sunny Deol Juhu Bungalow/ સની દેઓલના જુહુના બંગલાની નહીં થાય હરાજી, બેંકે હરાજીની નોટિસ પાછી ખેંચી