Not Set/ શ્રીલંકામાં 12 વર્ષના આશાસ્પદ ગુજરાતી ક્રિકેટરનું સ્વિંમિંગ પુલમાં ડૂબી જવાથી મોત

શ્રીલંકમાં અંડર 17 ક્રિકેટ ટુર્નામેન્ટમાં ભાગ લેવા ગયેલા સુરતના 12 વર્ષના આશાસ્પદ કિશોરનું સ્વિંમિંગ પુલમાં ડૂબી જવાથી મોત નીપજ્યુ છે. સુરતના ગોડાદરા વિસ્તારમાં રહેતા નરેન્દ્ર સહિત 18 યુવકો શ્રીલંકામાં અન્ડર-૧૭ ક્લબ ક્રિકેટ ટુર્નામેન્ટમાં રમવા માટે ગત ત્રીજી તારીખે શ્રીલંકા ગયા હતા અને જ્યાં કોલંબોથી 35 કિલોમીટર દૂર આવેલા નેગામ્બો રિસોર્ટમાં સ્વિમિંગ પૂલમાં મિત્રો સાથે નાહતી […]

Gujarat

શ્રીલંકમાં અંડર 17 ક્રિકેટ ટુર્નામેન્ટમાં ભાગ લેવા ગયેલા સુરતના 12 વર્ષના આશાસ્પદ કિશોરનું સ્વિંમિંગ પુલમાં ડૂબી જવાથી મોત નીપજ્યુ છે. સુરતના ગોડાદરા વિસ્તારમાં રહેતા નરેન્દ્ર સહિત 18 યુવકો શ્રીલંકામાં અન્ડર-૧૭ ક્લબ ક્રિકેટ ટુર્નામેન્ટમાં રમવા માટે ગત ત્રીજી તારીખે શ્રીલંકા ગયા હતા અને જ્યાં કોલંબોથી 35 કિલોમીટર દૂર આવેલા નેગામ્બો રિસોર્ટમાં સ્વિમિંગ પૂલમાં મિત્રો સાથે નાહતી વખતે ડૂબી જતાં તેનું મોત થયું હતું.

મૂળ જેસલમેરના માનસિંગ સોઢાના પુત્ર નરેન્દ્રનું મોત થતાં પરિવાર સહિત ક્રિકેટ પ્રેમીઓમાં પણ શોકનું મોજું ફરી વળ્યું છે. ગત 3 સપ્ટેમ્બરના રોજ નરેન્દ્ર સોઢા શ્રીલંકા ક્રિકેટ રમવા માટે જતાં પરિવારમાં ખુશીનો માહોલ હતો. નરેન્દ્રના પિતા માનસિંહે ગર્વ સાથે પોતાના પુત્રની સફર અને સફળતા મિત્રો સાથે શેર કરતાં ફોટોઝ શેર કર્યા હતાં. 10 સપ્ટેમ્બરના રોજ ટીમ પરત ફરવાની હતી, પરંતુ આ અગાઉ ફોન પર નરેન્દ્રના મોતના સમાચાર સાંભળીને પરિવારમાં શોકનો માહોલ ફેલાઈ ગયો છે.