ગુજરાતમાં પાટીદાર આંદોલનનાં નેતા અને હાલમાં કોંગ્રેસનાં નેતા હાર્દિક પટેલની શનિવારે ફરી ધરપકડ કરવામાં આવી છે. કોંગ્રેસનાં નેતા હાર્દિક પટેલની વિરમગાંવ નજીક હાંસલપુરથી ધરપકડ કરવામાં આવી છે. આ કેસમાં કોર્ટે હાર્દિક પટેલ વિરુદ્ધ બિનજામીનપાત્ર વોરંટ જારી કરીને 24 જાન્યુઆરીએ હાજર થવાનું કહ્યું હતું. જો કે તેની ધરપકડ પહેલા જ કરવામાં આવી છે.
Gujarat:Congress leader Hardik Patel was produced before the magistrate in Ahmedabad&has been sent to judicial custody till January 24. He was arrested near Viramgam (Ahmedabad district) after a non-bailable warrant was issued against him in connection with a sedition case today. pic.twitter.com/4tLIukrwca
— ANI (@ANI) January 18, 2020
ડીસીપી રાજદીપસિંહ ઝાલા (સાયબર ક્રાઇમ) એ પણ તેની ધરપકડની પુષ્ટિ કરી હતી. તેમણે કહ્યું, ‘કોર્ટે હાર્દિક પટેલ વિરુદ્ધ બિનજામીનપાત્ર વોરંટ જારી કર્યું હતું. આ પછી હાર્દિક પટેલની ધરપકડ કરવામાં આવી છે. રવિવારે હાર્દિકને કોર્ટમાં રજૂ કરવામાં આવશે. આજે તેને કોર્ટમાં રજૂ કરવામાં આવશે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, અમદાવાદની કોર્ટે શનિવારે પાટીદાર તરફી અનામત રેલી બાદ હિંસા મામલે દાખલ રાજદ્રોહનાં કેસમાં હાર્દિક પટેલ સામે બિનજામીનપાત્ર વોરંટ જારી કર્યું હતું. કોર્ટે નવેમ્બર 2018 માં તેની સામે આરોપો નક્કી કર્યા હતા. જણાવી દઇએ કે, એડિશનલ સેશન્સ જજ બી.જી. ગનાત્રાએ પટેલ વિરુદ્ધ ધરપકડનું વોરંટ ઇસ્યુ કર્યું હતું.
Congress leader Hardik Patel has been arrested near Viramgam (Ahmedabad district ) after a non-bailable warrant was issued against him in connection with a sedition case today. pic.twitter.com/YcP4GNsYxc
— ANI (@ANI) January 18, 2020
સરકારી વકીલે કોર્ટને જણાવ્યું હતું કે, આરોપી કેસ લટકાવી રાખવા માગે છે અને તેથી જ તેઓ વારંવાર કોર્ટમાં હાજરીથી મુક્તિ માંગી રહ્યા છે. કોર્ટે એવું પણ માન્યું હતું કે, તેઓ જામીનની શરતોનું પણ ઉલ્લંઘન કરી રહ્યા છે અને સુનાવણી દરમિયાન તે નિયમિત હાજર થતા ન હોતો. હાલ હાર્દિક કોંગ્રેસમાં જોડાયા છે. તે સતત પાર્ટી માટે પ્રચાર કરી રહ્યા છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.
