નાણાકીય સહાય/ રાજ્યના ધારાસભ્યો આટલા લાખની ગ્રાન્ટ મેડિકલ સાધનોની સહાય માટે આપી શકશે

કોરોના સંક્રમણની પ્રવર્તમાન સ્થિતીમાં રૂપિયા ૨૫ લાખની ગ્રાન્ટ સરકારી હોસ્પિટલ- દવાખાનાને મેડિકલ સાધનોની સહાય માટે આપી શકશે. 

Top Stories Gujarat Others
vaccine 11 રાજ્યના ધારાસભ્યો આટલા લાખની ગ્રાન્ટ મેડિકલ સાધનોની સહાય માટે આપી શકશે

કોરોના સંક્રમણની પ્રવર્તમાન સ્થિતીમાં રૂપિયા ૨૫ લાખની ગ્રાન્ટ સરકારી હોસ્પિટલ- દવાખાનાને મેડિકલ સાધનોની સહાય માટે આપી શકશે.
મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીની અધ્યક્ષતામાં કોર કમિટિની બેઠકમાં લેવાયેલા મહત્વના નિર્ણય મુજબ રાજ્યના ધારાસભ્યો તેઓને મળતી પ્રવર્તમાન ગ્રાન્ટ ઉપરાંત ૨૫ લાખની ગ્રાન્ટ સરકારી હોસ્પિટલ દવાખાનાને મેડિકલ સાધનોની સહાય માટે આપી શકશે.

નોવલ કોરોનાવાયરસ સામેની રાજ્ય સરકારની લડતને વધુ મજબૂત કરવાના ઉમદા આશયથી ધારાસભ્યઓ ૨૫ લાખ સુધીની રકમ સિવિલ હોસ્પિટલ, સરકારી દવાખાના, કોર્પોરેશન અને નગરપાલિકાની હોસ્પિટલ- દવાખાના માટે અદ્યતન મેડિકલ ઉપકરણ – સાધનો વસાવવા માટે આપી શકશે તેવો નિર્ણય કરવામાં આવ્યો છે.

અત્રે ઉલ્લેખનીય છે કે રાજ્યમાં સતત કોરોના કેસમાં વધારો નોધાઇ રહ્યોછે. રાજ્યમાં  છેલ્લા કેટલાય દિવસથી ૧૪૦૦૦+ નવા કેસ સામે આવી રહ્યા છે. રાજ્યમાં કુલ સંક્ર્મીતોનો આંકડો ૪.૫ લાખને પાર કરી ચુક્યો છે. તો સાથે કોરોનાથી થતા મોત ની સંખ્યામાં પણ સતત વધારો જોવા મળી રહ્યો છે.

રાજ્યના મોટા શહેરોથી શરુ કરી નાના ટાઉન અને ગામમાં પણ કોરોના કેસમાં મોટો વધારોજોવા મળી રહ્યો છે.  લોકો પહેલા ટેસ્ટીંગ  માટે અને પછી જો પોઝીટીવ આવે તો હોસ્પીટલમાં બેડ  માટે અને પછી દવા, ઇન્જેક્શન અને ઓક્સીજન માટે લાઈનો લગાવી રહ્યા છે. ભારે કમનસીબી એવી છે કે મૃત્યુ બાદ પણ સ્મશાનમાં અંતિમ સંસ્કાર માટે પણ લાઈનમાં લાગવું પડી રહ્યું છે.