Not Set/ 1 કરોડની જૂની નોટો લઇ જઈ રહ્યા હતા નેપાળ, 10ની ધરપકડ

નોટ્બંધી લાગુ થયાને લગભગ દોઢ વર્ષ જેટલો સમય થઇ ગયો છે. જૂની નોટો બદલવાનો સમય પણ નીકળી ચુક્યો છે, પરંતુ ચોરી-છુપીથી આ ગોરખ ધંધો હજુ પણ ચાલી રહ્યો છે. ગાઝીયાબાદ પોલીસે આવીજ ગેંગના 10 બદમાશોની ધરપકડ કરીને લગભગ 1 કરોડ રૂપિયાની જૂની નોટો ઝડપી પાડી છે. બે ગાડીઓ દ્વારા આ રૂપિયા નેપાળ લઇ જવાઈ રહ્યા […]

India Trending
NBT image 1 કરોડની જૂની નોટો લઇ જઈ રહ્યા હતા નેપાળ, 10ની ધરપકડ

નોટ્બંધી લાગુ થયાને લગભગ દોઢ વર્ષ જેટલો સમય થઇ ગયો છે. જૂની નોટો બદલવાનો સમય પણ નીકળી ચુક્યો છે, પરંતુ ચોરી-છુપીથી આ ગોરખ ધંધો હજુ પણ ચાલી રહ્યો છે. ગાઝીયાબાદ પોલીસે આવીજ ગેંગના 10 બદમાશોની ધરપકડ કરીને લગભગ 1 કરોડ રૂપિયાની જૂની નોટો ઝડપી પાડી છે. બે ગાડીઓ દ્વારા આ રૂપિયા નેપાળ લઇ જવાઈ રહ્યા હતા, જેથી ત્યાં એક્સચેન્જ કરવી શકાય.

એસપી વૈભવ કૃષ્ણના જણાવ્યા અનુસાર પોલીસને સોમવારે રાતે સુત્રો દ્વારા ખબર મળી હતી કે બે ગાડીઓમાં કેટલાક માણસો મોટી માત્રામાં જૂની નોટો લઈને જઈ રહ્યા છે. કવીનગર પોલીસ સ્ટેશનના ઇન્ચાર્જ પ્રદીપ ત્રિપાઠીના નેતૃત્વમાં કામ કરી રહેલી ટીમે પૂજા કટ પાસે બે ગાડીઓને પકડી હતી. પોલીસે ગાડીના ડ્રાઈવર અને બાકીના ઇન્સ્યુરન્સ એજન્ટની ધરપકડ કરી હતી.

Master 1 કરોડની જૂની નોટો લઇ જઈ રહ્યા હતા નેપાળ, 10ની ધરપકડ

આરોપીઓની પૂછપરછમાં જાણવા મળ્યું કે આ રૂપિયા ગ્રેટર નોઇડાના અનીલ દિક્ષિત અને આગ્રાના મિસ્ટર યાદવ નામના શખ્શ પાસેથી મળ્યા હતા. ચાર દિવસ પહેલા ગ્રેનો પાસેથી આ કરન્સી મેળવવામાં આવી હતી. પોલીસ બચવા માટે રૂપિયા બે ગાડીઓમાં મુકવામાં આવ્યા હતા, જેથી એક ગાડી પકડાઈ જાય તો પણ અડધા રૂપિયા નેપાળ પહોચાડી શકાય.

આ મામલામાં અનીલ દિક્ષિત સાથે રહેવાવાળા અરુણે કહ્યું  કે આ રૂપિયાના બદલામાં એમને 10 લાખ રૂપિયા મળવાના હતા. જૂની નોટોને નેપાળની સરહદ સુધી લઇ જવવાની હતી, જ્યાંથી અનિલનો માણસ એમને નેપાળમાં આગળ લઇ જતો. આરોપી દીપકે જણાવ્યું કે એમને આ રૂપિયા લઇ જવાનું કહેવામાં આવ્યું હતું  જેના બદલામાં એમને ત્રણ થી ચાર ટકા કમીશન મળવાનું હતું.

જૂની નોટો સાથે પકડાયેલા આરોપીઓએ જણાવ્યું હતું કે યુપીમાં ખુબ મોટી સંખ્યામાં જૂની નોટો છે, આ કામ કાર્ય બાદ આરોપીઓને 200 કરોડની જૂની નોટો નેપાળ લઇ જવાનો ઓર્ડર મળવાનો હતો. ગ્રેનોએ અનિલને 100 ગાડીઓ અને એટલાજ માણસો ભેગા કરવાનું કહ્યું હતું. એસએસપી વૈભવ કૃષ્ણએ જણાવ્યું કે આયકર વિભાગ અને પ્રશાસનને આની જાણકારી આપી દેવામાં આવી છે.

 

પોલીસ પૂછપરછમાં આરોપીઓએ જણાવ્યું કે નેપાળમાં પર્યટન દ્વારા આવેલી 950 કરોડની જૂની નોટો બદલવાની વાત કરવામાં આવી છે, રીઝર્વ બેન્કે આ માટે મૌખિક સહમતી પણ આપી દીધી છે. જોકે હજુ આના પર કામ શરુ કરવામાં આવ્યું નથી.