Not Set/ VIDEO : ૩D અવતારમાં જોવા મળ્યા પીએમ મોદી, યોગ માટે જરૂરી ટિપ્સ આપતો વિડીયો થયો વાઈરલ

દિલ્લી, વિશ્વભરમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી યોગના પ્રસાર અને પ્રસાર માટે કામ કરી રહ્યા છે અને તેઓને યોગના મોટા પ્રશંસક માનવામાં આવે છે. દુનિયામાં ૨૧ જૂનના રોજ આંતરરાષ્ટ્રીય યોગ દિવસ તરીકે મનાવવામાં આવે છે ત્યારે પીએમ મોદીનો એક વિડીયો સામે આવ્યો છે જેમાં તેઓ યોગ કરતા જોવા મળી રહ્યા છે. આ વિડીયો ૩ D એનિમેશનમાં બનાવવામાં […]

India
jgghh VIDEO : ૩D અવતારમાં જોવા મળ્યા પીએમ મોદી, યોગ માટે જરૂરી ટિપ્સ આપતો વિડીયો થયો વાઈરલ

દિલ્લી,

વિશ્વભરમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી યોગના પ્રસાર અને પ્રસાર માટે કામ કરી રહ્યા છે અને તેઓને યોગના મોટા પ્રશંસક માનવામાં આવે છે. દુનિયામાં ૨૧ જૂનના રોજ આંતરરાષ્ટ્રીય યોગ દિવસ તરીકે મનાવવામાં આવે છે ત્યારે પીએમ મોદીનો એક વિડીયો સામે આવ્યો છે જેમાં તેઓ યોગ કરતા જોવા મળી રહ્યા છે. આ વિડીયો ૩ D એનિમેશનમાં બનાવવામાં આવ્યો છે અને એમાં પીએમ મોદીની એનિમેશન દ્વારા આબેહુબ પ્રતિકૃતિ બનવાવમાં આવી છે અને આ વિડીયો સોશિયલ મીડિયામાં પણ ખૂબ શેર કરવામાં આવી રહ્યો છે.

આ વિડીયોમાં પીએમ મોદીને ત્રિકોણાસન કરતા બતાવવામાં આવ્યા છે અને સાથે સાથે તેઓ ત્રિકોણાસન કરવા માટે જરૂરી ટીપ્સ પણ આપતા પણ જોઈ શકાય છે.

આ વિડીયોમાં ત્રિકોણાસનને યોગ્ય બતાવવામાં આવ્યું છે, જેમાં તમે સારી રીતે યોગ કરી શકો છો. પીએમ મોદીના આ વિડીયોમાં એક વોઈસ ઓવર પણ રાખવામાં આવ્યો છે, જેના દ્વારા આ આસન અંગે જણાવવામાં આવી રહ્યું છે. આ ઉપરાંત આ આસનથી થવાવાળા પ્રભાવ અંગે પણ બતાવવામાં આવ્યું છે અને શરીરના દરેક અંગના આધાર અંગે પણ જણાવવામાં આવ્યું છે.

પીએમ એ mygov એપ પર યોગેશ ભદરેસા સાથે ભારતીયોને સ્વસ્થ રહેવા અને સ્વાસ્થ્ય માટે જાગૃતતા ફેલાવાને લઇ મંતવ્યો મળ્યા હતા, તેની ચર્ચા તેમણે પોતાના રેડિયો કાર્યક્રમમાં કરી હતી. પીએમ મોદીએ તેમના મંતવ્યના જવાબમાં કહ્યું હતું કે, દેશમાં સ્વાસ્થ્ય પ્રતિ જાગૃતતા લાવવા માટે સરકાર ગંભીર છે.

ત્રિકોણાસન આસન શું છે ?

ત્રિકોણાસન આસન ઉભા રહીને કરવામાં આવતું હોય છે અને પાશ્વ કોણાસનથી મળતું આવે છે. આ આસનને પગ, ઉપાંગ, અને શ્વાસની કસરત થાય છે. તે મુદ્રણ માટે પણ લાભદાયી છે તે નિયમિતપણે કરવાથી શરીરને તણાવ દૂર કરે છે. સાથે સાથે આ યોગના અભ્યાસથી પગના હાડકા સીધા અને છાતી પણ ફેલાતી હોય છે.