Not Set/ ઉન્નાવ હત્યા કેસ બાદ રાજકારણ ગરમાયું, પ્રિયંકા ગાંધીએ ભાજપ પાસે માગ્યો જવાબ

પ્રિયંકા ગાંધીએ ટ્વીટ કરીને કહ્યું કે, ઉન્નાવમાં જે થયું તે ઉત્તર પ્રદેશમાં કાઈ નવું નથી. દલિત બાળકીની માતા પોતાની પુત્રીને શોધવા માટે ઓફિસોના ચક્કર લગાવતી રહી, આખરે તેને તેની પુત્રીની લાશ મળી. વહીવટીતંત્રે તેમની વાત સાંભળી નહીં.

Top Stories India
priyanka

ઉન્નાવ હત્યા કેસ બાદ હવે રાજકારણ ગરમાયું છે. સમાજવાદી પાર્ટી બાદ આ મામલે હવે કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધીએ ભાજપ પાસે જવાબ માગ્યોછે. પ્રિયંકા ગાંધીએ ટ્વીટ કરીને કહ્યું કે, ઉન્નાવમાં જે થયું તે ઉત્તર પ્રદેશમાં કાઈ નવું નથી. દલિત બાળકીની માતા પોતાની પુત્રીને શોધવા માટે ઓફિસોના ચક્કર લગાવતી રહી, આખરે તેને તેની પુત્રીની લાશ મળી. વહીવટીતંત્રે તેમની વાત સાંભળી નહીં. આ મુદ્દે રાજનીતિ કરવાને બદલે ભાજપે જવાબ આપવો જોઈએ કે, વહીવટીતંત્ર જાન્યુઆરીથી તે માતાને કેમ દોડાવતું રહ્યું? આ દીકરીની માતાની આજીજી કોણે ન સાંભળી?

આ પણ વાંચો: કેનેડાની ત્રણ કોલેજોને વાગ્યા તાળાં, ગુજરાતના સેંકડો વિદ્યાર્થીઓ મુશ્કેલીમાં મુકાયા

વધુ એક ટ્વીટ કરીને પ્રિયંકા ગાંઘીએ મુખ્યમંત્રી યોગીને ટેગ કર્યું. અને કહ્યું હતું કે, યોગી આદિત્યનાથજી, તમારા ભાષણોમાં કાયદો અને વ્યવસ્થાની વાત કરવાનું બંધ કરો. તમારા વહીવટમાં મહિલાઓને ન્યાય માટે ઘરે-ઘરે ભટકવું પડે છે. જ્યારે મહિલાઓ પર અત્યાચાર થાય છે, ત્યારે તેમનો અવાજ સાંભળવામાં આવતો નથી. મહિલાઓ પર ત્રાસ ગુજારવામાં આવે છે અને તેમની હત્યા કરવામાં આવે છે અને તમે ખોટા દાવાઓમાં વ્યસ્ત રહો છો.

ઉન્નાવ પોલીસના ASP શશિ શેખર સિંહે જણાવ્યું હતું કે, 8 ડિસેમ્બરે એક છોકરી ગુમ થયાની જાણ થઈ હતી. તેના આધારે અમે FRI નોંધી છે. અમે એક શંકાસ્પદની ધરપકડ કરી છે અને તેના આધારે અમને ગુરુવારે મૃતદેહ મળ્યો હતો.

આ પણ વાંચો: છત્તીસગઢના બીજાપુરમાં CRPF-નક્સલવાદીઓ વચ્ચે અથડામણ, એક જવાન શહીદ, એક ઘાયલ

આ પણ વાંચો:રેલવે મુસાફરો માટે સારા સમાચાર, 14 ફેબ્રુઆરીથી તમામ ટ્રેનોમાં ભોજન સેવા શરૂ થશે.