Not Set/ મેકડોનાલ્ડ્સને વાર્ષિક અધધ… 305 કરોડ રૂપિયાનું નુકસાન

બર્ગર ચેઈન મેકડોનાલ્ડ ઇન્ડિયાને આ વર્ષે અત્યાર સુધીનું સૌથી વધારે 305 કરોડ રૂપિયાનું નુકસાન થયું છે. કંપનીને આ નુકસાન સ્થાનિક ભાગીદાર કંપની કન્નોટ પ્લાઝા રેસ્ટોરન્ટ લીમીટેડ(CPRL) સાથેના કાયદાકીય સંઘર્ષના કારણે થયું છે. મેકડોનાલ્ડ ઇન્ડિયા અને CPRLના મેનેજીંગ ડીરેક્ટર વિક્રમ બક્ષી વચ્ચે છેલ્લા પાંચ વર્ષથી આ કાયદાકીય સંઘર્ષો ચાલી રહ્યા છે. વિક્રમ બક્ષીની કંપની દ્વારા નિર્ણય […]

Top Stories India
FILE 5ae0949feb6f91 મેકડોનાલ્ડ્સને વાર્ષિક અધધ... 305 કરોડ રૂપિયાનું નુકસાન

બર્ગર ચેઈન મેકડોનાલ્ડ ઇન્ડિયાને આ વર્ષે અત્યાર સુધીનું સૌથી વધારે 305 કરોડ રૂપિયાનું નુકસાન થયું છે. કંપનીને આ નુકસાન સ્થાનિક ભાગીદાર કંપની કન્નોટ પ્લાઝા રેસ્ટોરન્ટ લીમીટેડ(CPRL) સાથેના કાયદાકીય સંઘર્ષના કારણે થયું છે.

મેકડોનાલ્ડ ઇન્ડિયા અને CPRLના મેનેજીંગ ડીરેક્ટર વિક્રમ બક્ષી વચ્ચે છેલ્લા પાંચ વર્ષથી આ કાયદાકીય સંઘર્ષો ચાલી રહ્યા છે. વિક્રમ બક્ષીની કંપની દ્વારા નિર્ણય કરવામાં આવ્યો હતો કે મેકડોનાલ્ડ ઇન્ડિયાના 169 આઉટલેટ બંધ કરવામાં આશે. મેકડોનાલ્ડ ઇન્ડિયાનો ઉત્તર અને પૂર્વનો બિઝનેસ હજુ પણ વિક્રમ બક્ષીની કંપની દ્વારા જ કરવામાં આવે છે.

apple pie ala mode mcdonalds મેકડોનાલ્ડ્સને વાર્ષિક અધધ... 305 કરોડ રૂપિયાનું નુકસાન

બક્ષીએ 2017માં ફાસ્ટફૂડની કંપની મેકડોનાલ્ડ ઇન્ડિયા સામે આરોપો મુક્યા હતા કે કંપની ભારતમાં દુનિયાના બીજા દેશો કરતા નીચી ગુણવત્તાનું ફૂડ આપે છે અને ફૂડ ક્વોલીટી વધારવાના બક્ષીના સૂચનોની સતત અવગણના કરે છે.

કંપનીએ સીપીઆરએલને કારણે થયેલા નુકસાનમાં કાપ મૂકવા માટે તેના નાણાકીય નિવેદનોમાં રૂ. 198.2 કરોડની જોગવાઇ કરી છે. કંપનીના નુકસાનમાં 105 કરોડ રૂપિયાની ટેક્ષ જવાબદારીઓ પણ છે જે આવકવેરા વિભાગ અને  મ્યુચ્યુઅલ કરારની કાર્યવાહીના કારણે ટ્રાન્સફર ભાવ વધવાથી, યુએસમાં તેમની કંપનીને રોયલ્ટીના રૂપે ચુકવવા પડ્યા હતા.

660695038.jpg.0 મેકડોનાલ્ડ્સને વાર્ષિક અધધ... 305 કરોડ રૂપિયાનું નુકસાન

1996માં કંપનીના લોન્ચિંગ બાદ કંપનીનું નુકસાન 422 કરોડ સુધી પહોચી ગયું છે. મેકડોનાલ્ડ્સ અને બક્ષી વચ્ચેની લડાઇ 2013 માં શરૂ થઈ હતી, ત્યારબાદ ફાસ્ટ ફૂડ જાયન્ટે બક્ષીને સી.પી.આર.એલના મેનેજિંગ ડિરેક્ટર તરીકે દૂર કર્યા. બાદમાં નેશનલ કંપની લો ટ્રિબ્યુનલે બક્ષીને ફરી મેનેજીંગ ડીરેક્ટર બનાવ્યા હતા અને મેકડોનાલ્ડ સી.પી.આર.એલ. ની કામગીરીમાં દખલ ના કરવા કહ્યું હતું.  સીપીઆરએલની સરળ કામગીરીની દેખરેખ રાખવા માટે એડમિનિસ્ટ્રેટરની નિમણૂક કરી હતી.

એનસીએલટી, એનસીએલએટી અને દિલ્હી હાઈકોર્ટ સહિતના વિવિધ કાનૂની ફોરમમાં બંને પક્ષ હવે તેમના કેસ સામે લડી રહ્યાં છે.