Not Set/ શ્રીનગર હોટલ કાંડ: મેજર ગોગોઈ કોર્ટ ઓફ ઈન્ક્વાયરીમાં દોષી સાબિત

શ્રીનગર હોટલ કાંડમાં ભારતીય સેનાના મેજર લિતુલ ગોગોઈ વિરુદ્ધ અનુશાસનાત્મક કાર્યવાહી થશે. સેનાની કોર્ટ ઓફ ઈન્ક્વાયરીમાં ગોગોઈ વિરુદ્ધ કાર્યવાહી કરવાની ભલામણ કરવામાં આવી છે. તપાસમાં મેજર ગોગોઇને ડ્યુટી દરમિયાન બહાર હોવા અને નિર્દેશો વિરુદ્ધ સ્થાનિક લોકો સાથે સંબંધો વધારવા માટે દોષી ગણવામાં આવ્યા છે. કોર્ટ ઓફ ઈન્ક્વાયરીની ભલામણ બાદ મેજર ગોગોઇને કોર્ટ માર્શલનો સામનો કરવો […]

Top Stories India
Major Gogoi શ્રીનગર હોટલ કાંડ: મેજર ગોગોઈ કોર્ટ ઓફ ઈન્ક્વાયરીમાં દોષી સાબિત

શ્રીનગર હોટલ કાંડમાં ભારતીય સેનાના મેજર લિતુલ ગોગોઈ વિરુદ્ધ અનુશાસનાત્મક કાર્યવાહી થશે. સેનાની કોર્ટ ઓફ ઈન્ક્વાયરીમાં ગોગોઈ વિરુદ્ધ કાર્યવાહી કરવાની ભલામણ કરવામાં આવી છે. તપાસમાં મેજર ગોગોઇને ડ્યુટી દરમિયાન બહાર હોવા અને નિર્દેશો વિરુદ્ધ સ્થાનિક લોકો સાથે સંબંધો વધારવા માટે દોષી ગણવામાં આવ્યા છે.

Master 8 શ્રીનગર હોટલ કાંડ: મેજર ગોગોઈ કોર્ટ ઓફ ઈન્ક્વાયરીમાં દોષી સાબિત

કોર્ટ ઓફ ઈન્ક્વાયરીની ભલામણ બાદ મેજર ગોગોઇને કોર્ટ માર્શલનો સામનો કરવો પડી શકે છે. સૂત્રોએ જણાવ્યું કે કોર્ટ ઓફ ઈન્ક્વાયરીમાં જાણવા મળ્યું કે મેજર ગોગોઈએ એક સંઘર્ષવાળા ક્ષેત્રમાં એક સ્થાનિક મહિલા સાથે સંબંધ બનાવીને સેનાના નિયમોનું ઉલ્લંઘન કર્યું અને ડ્યુટીના સ્થાન પરથી દૂર રહીને સંચાલક પ્રક્રિયાનું ઉલ્લંઘન કર્યું છે. સેનાના સૂત્રોના જણાવ્યા અનુસાર ગોગોઈ વિરુદ્ધ અનુશાસનાત્મક કાર્યવાહી શરુ કરવાના આદેશ આપવામાં આવ્યા છે.

પથ્થારબાજને જીપ સાથે બાંધીને ફેરવ્યા બાદ ચર્ચામાં આવેલા મેજર ગોગોઇને 23 મેં ના રોજ શ્રીનગર સ્થિત હોટલમાં તકરાર થયા બાદ હિરાસતમાં લેવામાં આવ્યા હતા. તેઓ કથિત રીતે 18 વર્ષીય મહિલા સાથે પ્રવેશ કરવાનો પ્રયાસ કરી રહ્યા હતા. કેટલાક દિવસ બાદ સેનાએ આ ઘટનાના સંબંધમાં કોર્ટ ઓફ ઈન્ક્વાયરીનો આદેશ આપ્યો હતો. આ મામલે આર્મી ચીફ બિપિન રાવતે કહ્યું હતું કે ભારતીય સેનામાં કોઈ પણ ખોટું કરે છે અને તે અમારી જાણમાં આવે છે તો કઠોર કાર્યવાહી કરવામાં આવશે. જો મેજર ગોગોઈએ કઈ ખોટું કર્યું છે તો હું કહું છું કે એમને ઉચિત દંડ આપવામાં આવશે. અને દંડ પણ એવો હશે જે એક ઉદાહરણ સ્થાપિત કરશે.