Ukraine Crisis/ શું રાષ્ટ્રપતિ પુતિન આ યુદ્ધ જીતી જશે તો યુક્રેનિયનના દીલ જીતી શકશે…?

પોતાના સ્વજનોના બલિદાનને યુક્રેનિયન ભૂલી દુશ્મન દેશના શાસનમાં રાહતનો શ્વાસ લઇ શકશે.? જેને તમારું ઘર ઉજાડ્યુ છે તેના પડછાયામાં જીવી શકશો ? આવા કેટલાય સવાલો છે જેનો કોઈ જવાબ નથી.

Top Stories World
Untitled 14 શું રાષ્ટ્રપતિ પુતિન આ યુદ્ધ જીતી જશે તો યુક્રેનિયનના દીલ જીતી શકશે...?

રશિયાના હુમલા સામે યુક્રેનના જોરદાર પ્રતિકાર બાદ હવે સવાલ ઉઠી રહ્યો છે કે જો રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન આ યુદ્ધ જીતી જશે તો પણ શું તેઓ પોતાના પાડોશી પર સંપૂર્ણ રીતે શાસન કરી શકશે. અને પોતાના સ્વજનોના બલિદાનને યુક્રેનિયન ભૂલી દુશ્મન દેશના શાસનમાં રાહતનો શ્વાસ લઇ શકશે.? જેને તમારું ઘર ઉજાડ્યુ છે તેના પડછાયામાં જીવી શકશો ? આવા કેટલાય સવાલો છે જેનો કોઈ જવાબ નથી. જો રાષ્ટ્રપતિ પુતિન આ યુદ્ધ જીતે છે તો પણ યુક્રેનીયાનોના દિલ ક્યારેય નહિ જીતી શકે. પુતિન આબાદ હસતા રમતા દેશને કબરમાં ફેરવી તેની ઉપર રાજ કરવાના સપના જોઈ રહ્યા છે. પરંતુ કબરોમાં રહેલા કયારેય ફરીને પાછા નથી આવતા…

કેનેડાની ન્યુફાઉન્ડલેન્ડ મેમોરિયલ યુનિવર્સિટીના ડૉ. એન્ટોન ઓલેનિકના જણાવ્યા અનુસાર, દેશનું શાસન કેટલું સારું છે તે તેની સંસ્કૃતિ પર આધારિત છે. નિષ્ણાતો યુક્રેનિયન અને રશિયન શક્તિને અલગ રીતે માને છે. શિક્ષિત અને સમૃદ્ધ યુક્રેનિયનો સત્તાના વિતરણમાં અસમાનતા પ્રત્યે ખાસ કરીને ઓછી સહનશીલતા ધરાવે છે. યુક્રેનમાં પુતિનનું સંભવિત શાસન સમસ્યારૂપ છે કારણ કે સંપૂર્ણ સત્તાનો સ્વીકાર યુક્રેનિયન સંસ્કૃતિ ક્યારેય સહન નહિ કરે.

યુરોપિયન સંસદને ઝેલેન્સકીની કરુણ અપીલ… પીડા અને ગુસ્સો આંસુઓમાં છલકાયો
રશિયા સામે સમર્થન એકત્ર કરી રહેલા યુક્રેનના રાષ્ટ્રપતિ વોલોડીમીર ઝેલેન્સકીની ભાવનાત્મક અપીલે મંગળવારે વિશ્વને પીગળી દીધું. યુરોપિયન પાર્લામેન્ટમાં તેમનું ભાષણ એટલું કરુણ હતું કે સાંભળીને ચોંકી ગયેલા જર્મન અનુવાદકના  વચ્ચે વચ્ચે આંસુ છલકાયા. ઝેલેન્સકીની બોલવાની રીત એટલી જોરદાર હતી કે યુક્રેનની લાગણીઓ તમામ સરહદો સુધી પહોંચી જ ન હતી, પરંતુ તેણે તેના નાગરિકોમાં ઉત્સાહને પણ પ્રેરિત કર્યો હતો.

ઝેલેન્સકીએ સોશિયલ મીડિયા પર ખુદ રશિયનોના દિલમાં પણ જગ્યા બનાવી છે. વ્યૂહાત્મક નિષ્ણાતોના મતે, ઝેલેન્સ્કી તેમના નિવેદનોમાં એટલા અસરકારક રહ્યા છે કે તેમણે જાહેર સંબંધોના મોરચે વ્લાદિમીર પુતિનને પણ પાછળ છોડી દીધા છે. બીજી તરફ બ્રિટનમાં યુક્રેનની કરૂણાંતિકા આંસુએ વહી ગઈ હતી. લંડનમાં પીએમ બોરિસ જ્હોન્સનની પ્રેસ કોન્ફરન્સમાં યુક્રેનિયન પત્રકારો તેમના દેશના સંરક્ષણ વિશે પ્રશ્નો પૂછતા હતા, તેઓ રડવાનું બંધ કરી શક્યા નહોતા અને રશિયા દ્વારા થયેલા વિનાશને કારણે પીડા ફાટી નીકળી હતી.

ડારિયા કાલેનીયુકે જ્હોન્સનને કહ્યું કે આજે અમે રડીએ છીએ કારણ કે અમને ખબર નથી કે ક્યાં દોડવું. મંગળવારે ફેલાયેલી આ પીડા માત્ર થોડા લોકો સુધી મર્યાદિત નથી. હકીકતમાં, આ ક્ષણે સમગ્ર યુક્રેન લોહીના આંસુ રડી રહ્યું છે. બોમ્બ ધડાકાનો ભોગ બનેલા નાગરિકો અને ક્યારેક યુરોપ જતા શરણાર્થીઓના ચહેરા પર આ પીડા સ્પષ્ટપણે જોવા મળે છે.

પ્રશ્નમાં જ દર્દનાક જવાબ છુપાયેલો છે
દરમિયાન, મોટો પ્રશ્ન એ છે કે શું યુરોપિયન સંસદ, જેમાં ઝેલેન્સકીએ તેમની અપીલથી દરેકને આકર્ષિત કર્યા હતા, તે ફક્ત શસ્ત્રો છોડીને અને રશિયા પર પ્રતિબંધો વધારીને આ આંસુઓને રોકવામાં સક્ષમ હશે. કાલેનીયુકના પ્રશ્નનો જવાબ પોતે મળી ગયો, જ્યારે તેણે કહ્યું કે બ્રિટન સહિત તમામ પશ્ચિમી દેશો ત્રીજા વિશ્વ યુદ્ધના ડરથી યુક્રેનને મદદ કરતા ખચકાય છે, તેમ છતાં આ યુદ્ધ શરૂ થઈ ચૂક્યું છે. પશ્ચિમનો બચાવ કરતાં, જ્હોન્સને કહ્યું કે કટોકટી અન્ય લશ્કરી માધ્યમો દ્વારા ઉકેલી શકાય છે.

ઝેલેન્સકીએ કહ્યું, અમે યુક્રેનિયન છીએ, અમને કોઈ તોડી શકે નહીં.
યુરોપિયન સંસદમાં ઓનલાઈન સંબોધનમાં યુક્રેનિયન રાષ્ટ્રપતિએ કહ્યું, અમે યુક્રેનિયનો ખૂબ જ મજબૂત છીએ, અમને કોઈ તોડી શકે નહીં. અમે અમારી જમીન અને આઝાદી માટે લડી રહ્યા છીએ. અમે રશિયા સાથે યુદ્ધ નથી ઈચ્છતા પરંતુ અમારા અધિકારો અને અસ્તિત્વ માટે લડતા રહીશું. ઝેલેન્સકીએ યુરોપિયન દેશોને આગ્રહ કર્યો, “આ સમયે સાબિત કરો કે તમે અમારી સાથે છો.” સાબિત કરો કે તમે ખરેખર યુરોપિયન છો.