Surat/ સુરત : રખડતા શ્વાનોના આંતકે લીધો બાળકનો ભોગ,  માતા-પિતાની ગેરહાજરીમાં ઘરથી બહાર રમતી બાળકી પર શ્વાનોએ કર્યો હુમલો

સુરતમાં રખડતા શ્વાનોનો આતંક યથાવત જોવા મળી રહ્યો છે. પાંડેસરા વિસ્તારમાં આવેલા સિદ્ધાર્થ નગરમાં એક બાળકી પર રખડતા શ્વાનોએ હુમલો કરતા બાળકીનો મોત થયું હતું.

Top Stories Gujarat Surat Uncategorized
YouTube Thumbnail 2024 02 06T130409.593 સુરત : રખડતા શ્વાનોના આંતકે લીધો બાળકનો ભોગ,  માતા-પિતાની ગેરહાજરીમાં ઘરથી બહાર રમતી બાળકી પર શ્વાનોએ કર્યો હુમલો

@દિવ્યેશ પરમાર

સુરત : રખડતા શ્વાનોનો આતંક યથાવત જોવા મળી રહ્યો છે. પાંડેસરા વિસ્તારમાં આવેલા સિદ્ધાર્થ નગરમાં એક બાળકી પર રખડતા શ્વાનોએ હુમલો કરતા બાળકીનો મોત થયું હતું. પાંડેસરામાં અંદાજિત 8 થી 10 જેટલા શ્વાનો બાળકીને ખેંચીને બાજુમાં કચરાના ઢગલામાં લઈ ગયા હતા અને ત્યાં તેને ફાડી ખાધી હતી. પરિવારજનોને જાણ થતા બાળકીને તાત્કાલિક જ હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવી હતી. જ્યાં ટૂંકી સારવાર દરમિયાન બાળકીનું મોત થયું.

રાજ્યમાં રખડતા ઢોરના આતંકનો વધુ એક કિસ્સો સામે આવ્યો છે. સુરતના પાંડેસરામાં રખડતા શ્વાનોનો આંતક જોવા મળ્યો. 8 થી 10 જેટલા શ્વાનોએ માસૂમ બાળકીનો ભોગ લીધો. રખડતા ઢોર બાદ હવે રખડતા શ્વાનથી આપણા બાળકો પણ સુરક્ષિત નથી.  આ ઘટનાની વિગત મુજબ શહેરમાં પાંડેસરા વિસ્તારમાં આવેલ સિદ્ધાર્થ નગરમાં પોતાના ઘર નજીક ચાર વર્ષની બાળકી રમી રહી હતી. દરમ્યાન તેની આસપાસ રખડતા શ્વાનો ત્યાં આવી પંહોચ્યા. ચાર વર્ષની બાળકી એકલી રમતી હતી અને તેના માતાપિતા મજૂરી કામ અર્થે ઘરથી બહાર ગયા હતા. માતાપિતા બાળકીથી દુર થતા તે દરમિયાન 10 જેટલા રખડતા શ્વાનો ત્યાં એકઠા થઇ ગયા હતા અને જોત જોતામાં બાળકીને ખેંચી અને લઈ ગયા હતા. બાળકીના માતા પિતાએ ઘરે આવ્યા ત્યારે પોતાની 4 વર્ષની બાળકી ના મળી આવતા આસપાસમાં શોધખોળ શરૂ કરી હતી.

Surat News: સુરતમાં રખડતા શ્વાનનો આતંક યથાવત, બે વર્ષના બાળક ઉપર હુમલો, terror-of-stray-dogs-continues-in-surat -stray-dogs-attacked-a-child-in-two-years

દરમયાન બાળકીના માતા-પિતાને તેમના ઘરથી થોડે દુર જ કચરાના ઢગમાં શ્વાનોથી ઘેરાયેલી કોઈ નાની બાળકી જોવા મળી. બાદમાં પરિવારે શ્વાનોને બાળકીથી  દૂર કરતા જોયું કે આ તેમની જ માસૂમ પુત્રી છે. પોતાની બાળકીની  ગંભીર હાલત જોઈ પરીવાર દુખી થયો હતો. કેમકે તેમની ગેરહાજરીમાં બહાર રમતી બાળકીને શ્વાનોએ શરીરમાં અનેક જગ્યાએ બચકા ભર્યા હતા. જેથી બાળકી બેભાન થઈ ગઈ હતી. તાત્કાલિક જ પરિવાર બાળકીને હોસ્પિટલમાં સારવાર અર્થે લઈ ગયો હતો.. જો કે ત્યાં ફરજ પરના ડોક્ટરે બાળકીની તબીત તપાસ કર્યા બાદ મૃત જાહેર કરી હતી.

બાળકીના મોતને પગલે પરિવાર શોકમાં ગરકાવ થઈ ગયો હતો. મહત્વનું છે કે સુરત મહાનગર પાલિકા અત્યાર સુધી શ્વાનોને નિયંત્રણમાં  લાવવા માટે કરોડો રૂપિયા ખર્ચી ચુકી છે તેમ છત્તા આ પ્રકારના કિસ્સાઓ પાલિકાના અધિકારીઓની કામગીરી પર અનેક સવાલો ઉભા કરે છે. રખડતા શ્વાનોનો આંતકના કારણે બાળકીનો જીવ ગુમાવવાના કિસ્સો સામે આવતા સમગ્ર વિસ્તારમાં અરેરાટી જોવા મળી. છેલ્લા 1 વર્ષના સમય ગાળા દરમ્યાન આ શ્વાનો ના હુમલા ના કારણે ત્રીજું બાળક મોત ને ભેટયું છે. ત્યારે હવે આગામી સમયમાં પાલિકા રખડતા શ્વાનને લઈને શુ પગલા ભરે છે..કેમ તે જોવાનું રહેશે. બાળકોને એકલા બહાર ફરવા કે રમવા મૂકાય તેવી સ્થિતિ હવે રહી નથી.


આ પણ વાંચોઃ  

આ પણ વાંચોઃ  

આ પણ વાંચોઃ