Not Set/ ચીને ફરી લખણ ઝળકાવ્યા: UNનાં NSG ગ્રૃપમાં ભારતની એન્ટ્રી સામે ફરી નોંધાવ્યો વિરોધ

ચીને ફરી પોતાના લખણો ઝળકાવ્યા છે. અને ફરી એકવાર unનાં NSG ગ્રૃપમાં ભારતનાં પ્રવેશ સામે ઉંબરો રોકી ઉંભુ રહી ગયું છે. NSGમાં ભારતની એન્ટ્રી પર ચીનનો અવરોધ યથાવત જોવા મળવાની સાથે સાથે ચીને સુફિયાણી સહાલ આપવાની પણ કેફિયત કરી કહ્યું કે  સભ્ય પદ ન ધરાવનાર દેશની ભાગીદારી પર સભ્ય દેશો દ્રારા સ્પષ્ટ યોજનાની હોવાની તાતી […]

Top Stories World
china reu ચીને ફરી લખણ ઝળકાવ્યા: UNનાં NSG ગ્રૃપમાં ભારતની એન્ટ્રી સામે ફરી નોંધાવ્યો વિરોધ

ચીને ફરી પોતાના લખણો ઝળકાવ્યા છે. અને ફરી એકવાર unનાં NSG ગ્રૃપમાં ભારતનાં પ્રવેશ સામે ઉંબરો રોકી ઉંભુ રહી ગયું છે. NSGમાં ભારતની એન્ટ્રી પર ચીનનો અવરોધ યથાવત જોવા મળવાની સાથે સાથે ચીને સુફિયાણી સહાલ આપવાની પણ કેફિયત કરી કહ્યું કે  સભ્ય પદ ન ધરાવનાર દેશની ભાગીદારી પર સભ્ય દેશો દ્રારા સ્પષ્ટ યોજનાની હોવાની તાતી જરૂરિયાત જણાય છે.

વાત જાણે આમ છે કે ચીને ન્યુક્લિયર સપ્લાયર્સ ગ્રુપમાં ભારતની એન્ટ્રી પર અવરોધ યથાવત રાખ્યો છે. ચીને શુક્રવારે કહ્યું કે ભારતનાં ન્યુક્લિયર સપ્લાયર્સ ગ્રુપમાં પ્રવેશને લઈને ત્યાં સુધી ચર્ચા ન થઈ શકે, જયાં સુધી ભારત પરમાણુ અપ્રસાર સંધિ(એનપીટી)નું સભ્ય ન હોય. NPTમાં જે દેશોની ભાગીદારી ન હોય તેને લઈને સભ્ય દેશો દ્રારા સ્પષ્ટ યોજના તૈયાર કરવામાં આવી નથી. ત્યારે આવી કોઇ યોજનાની તાતી જરૂરીયાત છે.

china india ચીને ફરી લખણ ઝળકાવ્યા: UNનાં NSG ગ્રૃપમાં ભારતની એન્ટ્રી સામે ફરી નોંધાવ્યો વિરોધ

અક તરફ નનૈયો ભણીને ફરી ચીન દ્રારા આવુ પણ કહેવામાં આવ્યું છે કે ચીન ભારતનાં સભ્યપદમાં અવરોધ નથી સર્જી રહ્યો. આપને જણાવી દઇએ કે  ભારતે મે 2016માં એનએસજીના સભ્યપદ માટે અપીલ કરી હતી. ત્યારથી ચીન સતત કહી રહ્યું છે કે પરમાણુ અપ્રસાર સંધિ પર હસ્તાક્ષર કરનાર દેશોને જ સંગઠનમાં સામેલ કરવામાં આવે.

.એનએસજીમાં 48 સભ્યો છે. આ સંગઠન વૈશ્વિક પરમાણુ વાણિજયને નિયંત્રિત કરે છે. ભારત અને પાકિસ્તાન એનપીટી પર હસ્તાક્ષર કરનાર દેશોમાં નથી. ભારત બાદ પાકિસ્તાને પણ 2016માં સભ્ય બનવા માટે અરજી કરી હતી.

એનએસજીમાં ભારતના પ્રવેશના સમર્થનને લઈને પુછવામાં આવેલા સવાલ પર ચીન વિદેશ મંત્રાલયના પ્રવકતા લૂ કાંગે કહ્યું કે તેની પર કોઈ ચર્ચા થઈ નથી. લૂએ કહ્યું કે અમે ભારતના પ્રવેશને રોકી રહ્યાં નથી. તેમણે કહ્યું કે બેઈજિંગ માત્ર એટલું જ કહે છે કે એનએસજીના નિયમો અને પ્રક્રિયાઓનું પાલન થવું જોઈએ.

 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો મંતવ્ય ન્યૂઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન.