અહેવાલની અસર/ હિંડનબર્ગના અહેવાલથી એલઆઇસીના આટલા હજાર કરોડ ધોવાયા,જાણો

ગૌતમ અદાણી ગ્રૂપ અને હિંડનબર્ગ વિવાદને કારણે અદાણી ગ્રૂપના શેરમાં સતત ઘટાડો થઈ રહ્યો છે. આ સિવાય વિવિધ સેક્ટરના ઘણા શેરો તૂટ્યા છે

Top Stories India
LIC Policy

LIC in india:  ગૌતમ અદાણી ગ્રૂપ અને હિંડનબર્ગ વિવાદને કારણે અદાણી ગ્રૂપના શેરમાં સતત ઘટાડો થઈ રહ્યો છે. આ સિવાય વિવિધ સેક્ટરના ઘણા શેરો તૂટ્યા છે. હિંડનબર્ગ રિસર્ચના રિપોર્ટ બાદ લાઈફ ઈન્સ્યોરન્સ કોર્પોરેશન ઓફ ઈન્ડિયા એટલે કે LICના શેરમાં પણ કડાકો જોવા મળ્યો છે.LICની માર્કેટ કેપિટલમાં માત્ર 5 ટ્રેડિંગ દિવસોમાં લગભગ 65,400 કરોડ રૂપિયાનો ઘટાડો થયો છે. કંપનીનું માર્કેટ કેપ 24 જાન્યુઆરીએ રૂ. 4,44,141 કરોડના બંધ મૂલ્યથી ઘટીને રૂ. 3,78,740 કરોડ થયું છે. LICના શેરમાં માત્ર પાંચ ટ્રેડિંગ દિવસોમાં 14.73 ટકાનો ઘટાડો થયો છે.

ઉલ્લેખનીય છે (LIC in india)કે સરકારી વીમા કંપની LICએ કહ્યું છે કે તે શોર્ટ સેલર કંપની હિંડનબર્ગના રિપોર્ટ પર અદાણી ગ્રુપ પાસેથી સ્પષ્ટતા માંગશે. સોમવારે, LICએ જણાવ્યું હતું કે તેની પાસે અદાણી જૂથના બોન્ડ્સ અને ઇક્વિટીમાં રૂ. 36,474.78 કરોડ છે અને આ રકમ વીમા કંપનીના કુલ રોકાણના એક ટકાથી પણ ઓછી છે.આજ સુધીમાં અદાણી જૂથની કંપનીઓમાં ઇક્વિટી અને બોન્ડ હેઠળ અમારું કુલ રોકાણ રૂ. 36,474.78 કરોડ છે. 31 ડિસેમ્બર, 2022 સુધીમાં 35,917.31 કરોડ. જૂથ કંપનીઓમાં વર્ષોથી આ ઇક્વિટી ખરીદીનું કુલ ખરીદ મૂલ્ય રૂ. 30,127 કરોડ છે.

નોંધનીય છે કે (LIC in india) એક તરફ દેશમાં નાણાકીય વર્ષ 2023-24નું બજેટ રજૂ કરવામાં આવી રહ્યું હતું, તો બીજી તરફ વિશ્વના ટોચના અબજોપતિઓની યાદી (બિલિનોઇર્સ લિસ્ટ)માં ઉથલપાથલ જોવા મળી રહી છે. અમેરિકન રિસર્ચ ફર્મના હિંડનબર્ગ રિપોર્ટ બાદ ભારતીય ઉદ્યોગપતિ ગૌતમ અદાણીને જે ફટકો પડ્યો છે તેમાંથી રાહત મળે તેમ લાગતું નથી. બુધવારે ફરી એકવાર અદાણીની નેટવર્થમાં મોટો ઘટાડો થયો હતો અને તે અબજોપતિઓની યાદીમાં સીધા 15મા નંબરે સરકી ગયા છે

ઉલ્લેખનીય છે (Billionaires List) કે  ગૌતમ અદાણી ફોર્ચ્યુનમાં માત્ર એક સપ્તાહમાં જ આ સુનામી આવી છે. હિંડનબર્ગે 24 જાન્યુઆરીએ અદાણી ગ્રૂપ અંગેનો તેમનો અહેવાલ પ્રકાશિત કર્યો હતો, જેમાં જૂથ પરના દેવા અંગે પણ દાવા કરવામાં આવ્યા હતા. આ અહેવાલ બાદ અદાણી ગ્રૂપના રોકાણકારોના સેન્ટિમેન્ટને એવી અસર થઈ કે ગૌતમ અદાણીની કંપનીઓના શેર તૂટવા લાગ્યા,ત્યારથી આ ઘટાડાની પ્રક્રિયા ચાલુ છે.

Gautam Adani/હિંડનબર્ગના બીજા અહેવાલથી ગૌતમ અદાણીને ઝટકો, ફોર્બ્સની યાદીમાં છે આ સ્થાને

Budget/હેલ્થ બજેટમાં 13% વધારો, હવે નર્સિંગ કોલેજ પર મુકાશે ભાર