Not Set/ બેં “વાઘણો” વડાપ્રધાન પર વિફર્યા, મમતા બેનરજી – માયાવતી PM મોદી પર ધૂઆપુઆ

લોકસભા 2019નો ચૂંટણી પ્રચાર પોતાનાં અંતિમ પડાવ પર પહોંચી ગયો છે. દરેક પક્ષ પોતાને પ્રસ્તાપિત કરવા જાણે મરણ્યા પ્રયાસો કરી રહ્યો છે. ત્યારે રાજનેતાઓ દ્રારા એક બીજા પર વાર પ્રહાર કરવાએ સામાન્ય વાત છે. પરંતુ આ ચૂંટણીએ વાણી વિલાસનાં તમામ રેકોર્ડ તોડી નાખ્યા હોય તેવુ પ્રતિત થઇ રહ્યું છે ત્યારે ફરી PM દ્રારા મમતા અને […]

Top Stories India Politics
mamata modi mayawati બેં "વાઘણો" વડાપ્રધાન પર વિફર્યા, મમતા બેનરજી – માયાવતી PM મોદી પર ધૂઆપુઆ

લોકસભા 2019નો ચૂંટણી પ્રચાર પોતાનાં અંતિમ પડાવ પર પહોંચી ગયો છે. દરેક પક્ષ પોતાને પ્રસ્તાપિત કરવા જાણે મરણ્યા પ્રયાસો કરી રહ્યો છે. ત્યારે રાજનેતાઓ દ્રારા એક બીજા પર વાર પ્રહાર કરવાએ સામાન્ય વાત છે. પરંતુ આ ચૂંટણીએ વાણી વિલાસનાં તમામ રેકોર્ડ તોડી નાખ્યા હોય તેવુ પ્રતિત થઇ રહ્યું છે ત્યારે ફરી PM દ્રારા મમતા અને માયાવતી પર કરવામાં આવેલા આકરા પ્રહારોનો બનેં નેતાઓ દ્રારા કઇક આવો જવાબ દેવામાં આવ્યો હતો.

mamata modi બેં "વાઘણો" વડાપ્રધાન પર વિફર્યા, મમતા બેનરજી – માયાવતી PM મોદી પર ધૂઆપુઆ

બંગાળની વાઘણ તરીકે જેની ઓળખ છે, તે તૃણામુલ કોંગ્રેસનાં સુપ્રિમો અને પં. બંગાળનાં મુખ્યમંત્રી મમતા બેનરજી એ વડાપ્રધાન મોદી પર, “મોદી બંગાળમાં સમાંતર સરકાર ચલાવી રહ્યા હોવાનો ગંભીર આક્ષેપ કરી રાજ્યની સર્વભૌમત્વ ખતરામાં હોવાની વાત કરી છે.  તો સાથે સાથે મમતા દીદીએ પોતાનાં સ્વાભાવ મુજબ વડાપ્રધાનને હુંકાર કરતા જણાવ્યું છે કે તમે મારું અને બંગાળનું અપમાન કર્યુ છે. બંગાળમાં  તમે મને સરકાર ચલાવવા દેતા નથી.  “અમે શાંતિથી બધું સહન કરી રહ્યા છીએ.  આ અમારી નમ્રતા છે તેને અમારી  નબળાઇ સમજવાની ભૂલ કરતા નહીં”.

mayawati modi બેં "વાઘણો" વડાપ્રધાન પર વિફર્યા, મમતા બેનરજી – માયાવતી PM મોદી પર ધૂઆપુઆ

બીજી તરફ મહાગઠબંધનની સંયુક્ત રેલીને સંબોધતા બસપા સુપ્રિમો માયાવતીએ પણ વડાપ્રધાનને બરોબર આડે હાથે લીધા હતા. માયાવતીએ કહ્યું કે “વડાપ્રધાન મોદી કહી રહ્યાં છે કે વિરોધપક્ષો તેમને ગાળો  આપી રહી છે. પરંતુ ગાળો પડવી સ્વાભાવિક જ છે, જે ગાળો ખાવા વાળા કામ કરે છે તેને ગાળો જ પડે છે.”  સાથે સાથે માયાવતીએ  વડાપ્રધાન મોદીને નકલી ઓબીસી ગણાવ્યા હતા અને સપા પ્રમુખ અખિલેશ યાદવ અસલી ઓબીસી હોવાનું જણાવ્યું હતું