Not Set/ શેરબજારે તોડ્યો આઠ વર્ષનો રેકોર્ડ, વર્ષ 2011 બાદની સૌથી લાંબી મંદી

શેરબજારમાં સોમવારે અઢવાડિયાનો પહેલો કારોબારી દિવસ ઉતાર-ચઠાવ સાથે જોવા મળ્યો હતો. સતત નવમાં દિવસે શેરબજારમાં ઘટાડો જોવા મળ્યો હતો. 2011 બાદ પ્રથમ વખત એવું બન્યું છે કે સેંસેકસ અને નિફટીમાં સતત 9 સત્ર સુધી મંદીની જ ચાલ જોવા મળી હોય. આપને જણાવી દઇએ કે, અમેરિકા-ચીન વચ્ચે વધી રહેલા ટ્રેડ વોરની અસર ઘરેલુ શેરબજાર પર પણ […]

Top Stories Business
GettyImages 490018927 શેરબજારે તોડ્યો આઠ વર્ષનો રેકોર્ડ, વર્ષ 2011 બાદની સૌથી લાંબી મંદી

શેરબજારમાં સોમવારે અઢવાડિયાનો પહેલો કારોબારી દિવસ ઉતાર-ચઠાવ સાથે જોવા મળ્યો હતો. સતત નવમાં દિવસે શેરબજારમાં ઘટાડો જોવા મળ્યો હતો. 2011 બાદ પ્રથમ વખત એવું બન્યું છે કે સેંસેકસ અને નિફટીમાં સતત 9 સત્ર સુધી મંદીની જ ચાલ જોવા મળી હોય. આપને જણાવી દઇએ કે, અમેરિકા-ચીન વચ્ચે વધી રહેલા ટ્રેડ વોરની અસર ઘરેલુ શેરબજાર પર પણ સ્પષ્ટ નજર આવી રહી છે.

bsenewbse kjMC શેરબજારે તોડ્યો આઠ વર્ષનો રેકોર્ડ, વર્ષ 2011 બાદની સૌથી લાંબી મંદી

દેશનાં શેરબજારમાં અઢવાડિયાનાં પ્રથમ દિવસ સોમવારની સવારથી જ ઉતાર-ચઠાવ જોવા મળી હતી. સૌથી વધુ ઘટાડો આજે પણ રિલાયન્સની સાથે ફાઈનાન્શિયલ સેક્ટરનાં શેરમાં જોવા મળ્યો છે. ફાઈનાન્શિયલ સેક્ટરમાં જ રોકાણકારોએ મોદી સરકારમાં સૌથી વધુ પૈસા ઠાલવ્યા છે અને આ સેક્ટરનાં શેરમાં જ હવે મોદી સરકારનાં શાસનકાળનાં અંતિમ દિવસોમાં વેચવાલીનો માહોલ છે. કારોબારી સત્રમાં સેંસેક્સ 372 અંકનાં ઘટાડા સાથે 37090 પર બંધ થયુ હતુ. જ્યારે નિફ્ટી 130 અંકનાં ઘટાડા સાથે 11148 પર બંધ થયુ હતુ.

SENSEX શેરબજારે તોડ્યો આઠ વર્ષનો રેકોર્ડ, વર્ષ 2011 બાદની સૌથી લાંબી મંદી

બીએસઇ સવારે 28.31 અંકોની મજબૂતી સાથે 37,491.30 પર જ્યારે નેશનલ સ્ટોક એક્સચેન્ઝ(એનએસઇ), 50 શેરનાં આધારે સેંસેક્સ ઈન્ડેક્સ નિફ્ટી 20.2 અંકોનાં ઘટાડા સાથે 11,258.70નાં સ્તરે ખુલ્યો હતુ. આ પહેલા શુક્રવારે પણ શેરબજારમાં મંદી જોવા મળી હતી. જે અઢવાડિયાનાં પહેલા દિવસે યથાવત રહી છે.