એક તરફ કોંગ્રેસ તમામ પ્રકારના પડકારોનો સામનો કરીને આત્મનિરીક્ષણના સમયગાળામાંથી પસાર થઈ રહી છે તો બીજી તરફ રાહુલ ગાંધીના વિદેશ જવાની અટકળોએ જોર પકડ્યું છે. સમાચાર એજન્સી ANIએ સૂત્રોને ટાંકીને આ માહિતી આપી છે કે રાહુલ ગાંધી આ મહિને વિદેશ પ્રવાસે જઈ શકે છે. પાંચ રાજ્યોમાં તાજેતરમાં પૂર્ણ થયેલી વિધાનસભાની ચૂંટણીમાં શરમજનક હાર બાદ કોંગ્રેસે આત્મનિરીક્ષણની હિમાયત કરી હતી, પાર્ટી સ્તરે પરિવર્તનની અટકળો ચાલી રહી છે, આ બધાની વચ્ચે રાહુલ ગાંધીના વિદેશ પ્રવાસે પાર્ટીના નેતાઓની મુશ્કેલીઓ વધારી દીધી છે.
સૂત્રોના જણાવ્યા અનુસાર તેઓ આ મહિને વિદેશ જઈ શકે છે, જો કે સૂત્રોનું કહેવું છે કે તેમનો પ્રવાસ અગાઉ નક્કી કરવામાં આવ્યો હતો પરંતુ કેટલાક કારણોસર તે મોકૂફ રાખવામાં આવ્યો હતો.હવે ફરી જવાની તૈયારીઓ પૂર્ણ કરી લેવામાં આવી છે. છેલ્લા 5 મહિનામાં આ તેમની બીજી વિદેશ યાત્રા હશે. અગાઉ, ડિસેમ્બર 2021માં પણ રાહુલ ગાંધી લગભગ એક મહિના માટે ‘વ્યક્તિગત મુલાકાત’ પર વિદેશ ગયા હતા.
આ વર્ષના અંતમાં હિમાચલ અને ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણી યોજાવાની છે, બંને રાજ્યોમાં કોંગ્રેસ મુખ્ય હરીફાઈમાં હોવાનું માનવામાં આવે છે, એક તરફ ભાજપ અને આમ આદમી પાર્ટીના ટોચના નેતાઓ એક પછી એક રેલીઓ કરી રહ્યા છે. આ સાથે જ રાહુલ ગાંધીનું વિદેશ જવું વિરોધીઓને તક આપવા સમાન હશે, સાથે જ પાયાના સ્તરે કામ કરતા કાર્યકરોને પણ રાહુલ ગાંધીને લગતા પ્રશ્નોના જવાબ આપવામાં મુશ્કેલી પડશે.
રાજકીય/ મર્હૂમ અહેમદ પટેલના પુત્રનો કોંગ્રેસ પ્રેમ છલકાયો, કહ્યું- સોનિયા ગાંધી….
KKR vs DC Live / કોલકાતાએ ટોસ જીતીને બોલિંગ કરવાનું પસંદ કર્યું, દિલ્હીમાં ખલીલ પાછો ફર્યો