કરાર જમણ/ ઇન્ડિયન નેશનલ ફૂડ ખીચડી બની ઓસ્ટ્રેલિયન વડાપ્રધાનના રસોડાની મહેમાન

પીએમ મોદીની દાળ ચોખાની ખીચડી હોય કે રાજનૈતિક ખીચડો બધુ લોકો અપનાવતા થયા છે. ત્યારે ઓસ્ટ્રેલિયાના વડાપ્રધાન સ્કોટ મોરિસન ખીચડી બનાવી છે.

Top Stories World Trending
ખીચડી

કરાર જમણકરાર જમણ

દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું ફેવરીટ ફૂડ કયું છે એવો સવાલ ભારતના કે વિદેશના બાળકોને પૂછવામાં આવે તો પણ તરત જ જવાબ મળશે કે, ‘ ખીચડી ’ પીએમ મોદીની દાળ ચોખાની ખીચડી હોય કે રાજનૈતિક ખીચડો બધુ લોકો અપનાવતા થયા છે. તાજેતરમાં સોશિયલ મીડિયા ઉપર એક તસ્વીર વાયરલ થઇ રહી છે જેમાં ઓસ્ટ્રેલિયાના વડાપ્રધાન સ્કોટ મોરિસન ખીચડી બનાવી, ખીચડી સાથેનો તેમનો ફોટો ખૂબ વાયરલ અને લોકપ્રિય થઇ રહ્યો છે.

મોરિસને શનિવારના રોજ પોતાના સત્તાવાર ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર ખીચડી બનાવતી તસવીર શેર કરીને લખ્યું હતું કે, ‘ભારત સાથે અમારા નવા વેપાર સોદાની ઉજવણી કરવા માટે આજે રાત્રે મે રાંધવા માટે જે વનગીની પસંદગી કરી છે તે મારા પ્રિય મિત્ર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના ગુજરાત વિસ્તારની છે. જેમાં તેમની મનપસંદ ખીચડી પણ સામેલ છે. અને આ ઉજવણી ભારત સાથે નવા વેપાર કરાર માટેની ખીચડી બનાવી છે. નોંધનીય છે કે ભારત અને ઓસ્ટ્રેલિયાએ 2જી એપ્રિલના રોજ એક આર્થિક સહયોગ અને વેપાર કરાર પર હસ્તાક્ષર કર્યા હતાં. જે અંતર્ગત કેનબેરા, કાપડ, ચામડું, ઘરેણાં અને રમત સંબંધિત ઉત્પાદનો જેવાં કે 95 ટકાથી વધારે ભારતીય સામાનને તેમના બજારમાં ટેક્સ ફ્રી બનાવશે. જેનો સીધો લાભ ભારતને પણ મળશે.

આ પણ વાંચો :ભારતીય ખેડૂતો કેનેડામાં કેળા અને બેબીકોર્ન એક્સપોર્ટ કરવા માટે થઇ જાઓ તૈયાર

આ પણ વાંચો :ઇમરાન ખાન OUT થતાં જ તેમના નજીકના લોકો પર કાર્યવાહી,પ્રવક્તા અરસલાન ખાલિદના ઘરે દરોડા,તમામના ફોન જપ્ત