સામાન્ય બોલા ચાલી ક્યારે મોતમાં પલટી જાય છે તેનો જીવ તો જાગતો કિસ્સો સામે રાજકોટમાંથી સામે આવ્યો. સામાન્ય ઝગડામાં એક ઓટો રીક્ષા ચાલકે બીજા ઓટો રીક્ષાને ઘડાઘડ છરીનાં ઘા ઝીંકી દેતા રીક્ષા ચાલક રાજકોટનાં સૌથી વધુ ટ્રાફિકવાળા શાસ્ત્રી મેદાનનાં રાડ પર જ તડપી તડપીને ઘટના સ્થળે જ મૃત્યુ પામ્યો હતો.
સમગ્ર ઘટના લોકો અને વાહનોથી ભરચર એરીયામાં બની, પરંતુ કોઇએ એક ક્ષણ પણ કાઢીને બચાવની કોશિશ સુઘી કરી ન હોતી. આમતો આ વિસ્તારમાં પોલીસ અને ટ્રાફિક પોલીસનો જમાવડો હોય છે કારણ કે ઘટના સ્થળની ખુબ જ નજીક એ ડિવિઝન પોલીસ અને ક્રાઇમ બ્રાન્ચની ઓફિસ આવેલી છે. આવો ખુની ખેલ ખેલાઇ જતા પણ કોઇ પોલીસનું આ ઘટના પર ધ્યાન ન પડ્યું. એક લવર મુંછીયો સરેજાહેરમાં હત્યા કરી આરામથી પલાયન થઇ ગયો અને કાલે મોટો ડોન થઇ શહેરમાં પોતાનો રોફ ફેલાવશે.
આ છે હત્યાનાં Live CCTV ફૂટેજ
પોલીસ દ્વારા આમતો રોજબરોજ કહેવામાં આવતું જ હોય છે કે શહેર અને પ્રાંતમાં કાયદાનું અને પોલીસનું અનુશાસન છે, પરંતુ સામાન્ય પ્રજા પર રોફ ઠોકતી પોલીસ ટાઇમે ક્યાંય હાજર હોવાનો દાખલો બેસાડ્યો નથી. ત્યારે પ્રશ્ન થાય છે કે આ બનાવ બન્યો ત્યારે આ ચોકમાં પોલીસની ડ્યુટી હતી અને હતી તો તે આ વારદાત સમયે ક્યાં હતા. સામે આવેલા CCTV ફૂેજમાં સ્પષ્ટ જોઇ શકેય છે કે કઇ રીતે બે ફિકરાઇથી હત્યારે હત્યા કરી નાખે છે અને પછી ફરાર પણ થઇ જાય છે. આનાથી એક માત્ર પ્રશ્ન લોકોનાં મનમાં ઉઠી રહ્યો છે અને તે છે કે શું ગુજરાત પણ યુપી, બિહાર બનવા તરફ આગળ વધી રહ્યું છે ?
જો કે, પોલીસ દ્વારા હત્યાનો ભેદ ગણતરીની કલાકોમાં ઉકેલી હત્યારેને ડબોચી લીઘો છે, પોલીસનાં જણાવ્યા પ્રમાણે હત્યા પાછળ પ્રેમ પ્રકરણ કારણભૂત હોવાનું જણાવવામા આવે છે. ત્યારે ચાર દિવસમા શહેર બીજી હત્યા થઇ ગઇ હોવાથી, હત્યારાને પોલીસ દ્વારા પકડી પાડવમાં આવતા પોલીસને બિરદાવી જોઇએ કે કેમ તે પણ લોકોનાં મનમાં પ્રશ્નની જેમ ખુચી રહ્યું છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.