Dwarka-Fire/ દ્વારકામાં મોડી રાત્રે લાગેલી આગમાં ચારના મોત

દ્વારકામાં મોડી રાત્રે લાગેલી આગમાં ચારના મોત નીપજ્યા છે અને ઘરનો એકમાત્ર વ્યક્તિ જ બચ્યો છે. ચાર જણનું આખું કુટુંબ ખલાસ થઈ ગયું છે, ફક્ત કુટુંબના વૃદ્ધનો જ બચાવ થયો હતો. વહેલી સવારે ઘટનાની જાણ થતાં ડીવાયએસપી સહિતનો પોલીસ કાફલો પહોંચી ગયો હતો.

Top Stories Gujarat Others Breaking News
Beginners guide to 2024 03 31T101626.308 દ્વારકામાં મોડી રાત્રે લાગેલી આગમાં ચારના મોત

દ્વારકાઃ દ્વારકામાં મોડી રાત્રે લાગેલી આગમાં ચારના મોત નીપજ્યા છે અને ઘરનો એકમાત્ર વ્યક્તિ જ બચ્યો છે. ચાર જણનું આખું કુટુંબ ખલાસ થઈ ગયું છે, ફક્ત કુટુંબના વૃદ્ધનો જ બચાવ થયો હતો. વહેલી સવારે ઘટનાની જાણ થતાં ડીવાયએસપી સહિતનો પોલીસ કાફલો પહોંચી ગયો હતો.

દ્વારકા મંદિરની આસપાસ નાની નાની શેરીઓ આવેલી છે. ભીડભાડવાળા વિસ્તારમાં આવેલા એક મકાનમાં મોડી રાત્રે આગ લાગી હતી. દ્વારકાના નાથકુવા વિસ્તારમાં આવેલી શેરીના મકાનમાં આગ લાગી હતી. મોડી રાત્રે લાગતા રહેણાક વિસ્તારમાં અફરાતફરી સર્જાઈ હતી. એક જ કુટુંબના પાંચ સભ્યો આગમાં ફસાયા હતા. તેમાં મોટી ઉંમરના વૃદ્ધનો ફાયર વિભાગ દ્વારા બચાવ કરવામાં આવ્યો હતો.

મૃતકોમાં 31 વર્ષના પાવનભાઈ, પાવનભાઈ પત્ની ભામિનીબેન, સાત માસની દીકરી તિથિ, બીજી દીકરી ધ્યાનનું મૃત્યુ થયું છે. આમ આ આગમાં પુત્ર, પુત્રવધુ, દીકરો-દિકરીનું મોત નીપજ્યું છે. ફક્ત કુટુંબના વૃદ્ધનો જીવ બચ્યા હતા. આ આગ શોર્ટસર્કિટથી લાગી હોવાનું કહેવાય છે. પ્રારંભિક માહિતી મુજબ શોર્ટસર્કિટથી આગ લાગી હોવાનું કહેવાય છે. વહેલી સવારે ઘટનાની જાણ થતાં ડીવાયએસપી સહિતનો કાફલો દોડી આવ્યો છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:ગુજરાતમાં કોરોનાએ ફરીથી માથુ ઉચક્યુ, એક્ટિવ કેસ 53ને પાર, એકનું મોત

આ પણ વાંચો:રાજકોટ મહાનગર પાલીકા દ્વારા સંચાલીત પ્રાણી સંગ્રલાયમાં સફેદ વાધના બે બચ્ચાનો જન્મ થયો

આ પણ વાંચો:કોંગ્રેસમાં ગાબડા યથાવત્: સાબરકાંઠાના મહામંત્રી ડી.ડી.રાજપૂતે પક્ષ છોડ્યો

આ પણ વાંચો:ભાજપના નેતા અર્જુન મોઢવાડિયાનો રાસ રમતો વિડીયો વાયરલ

આ પણ વાંચો:ગુજરાતમાં સોનાએ 70,000ની ઐતિહાસિક સપાટી વટાવી