Not Set/ શિવનાદથી ગુંજી ઉઠ્યા છોટાઉદેપુર જિલ્લાનાં શિવાલયો

છોટાઉદેપુર જિલ્લામાં તમામ શિવાલયોમાં વહેલી સવારથી શિવભક્તો દ્વારા ભોળાનાથની પૂજા,અર્ચના અને આરતી કરવામાં આવી હતી.

Gujarat Others
ગરમી 39 શિવનાદથી ગુંજી ઉઠ્યા છોટાઉદેપુર જિલ્લાનાં શિવાલયો

@જયદિપ પરમાર, મંતવ્ય ન્યૂઝ – છોટાઉદેપુર

છોટાઉદેપુર જિલ્લામાં તમામ શિવાલયોમાં વહેલી સવારથી શિવભક્તો દ્વારા ભોળાનાથની પૂજા,અર્ચના અને આરતી કરવામાં આવી હતી. શિવભક્તો દ્વારા મહાશિવરાત્રિમાં એક દિવસ ઉપવાસ રાખવામાં આવે છે. જેમા શિવભક્તો અલગ-અલગ પ્રકારની ફરાળી વાનગીને આરોગી શિવજીનાં મંત્રોચ્ચાર કરી પુણ્યની કમાણી કરે છે.

Crime / જંગલમાં લઇ જઇ સગીરા સાથે કર્યો ગેંગરેપ, એકની ધરપકડ, અન્ય આરોપીઓ ફરાર

શિવજી કે શિવલિંગને બીલીપત્ર, ગાયનું કાચું દૂધ, અબીલ, કંકુ, ચંદન, ગંગાજળ જેવી સામગ્રીથી અભિષેક કરવામાં આવે છે. શિવભક્તો પોતપોતાની શ્રદ્ધા મુજબ પૂજા, અર્ચના કરી શિવજીને રીઝવવા અનેક રીતો અપનાવી ધન્યતા અનુભવે છે. જિલ્લાનાં અનેક મંદિરોમાં શિવજીનાં દર્શનાર્થે ભક્તોની લાંબી કતાર જોવા મળી હતી. જો કે ભક્તો દ્વારા સરકારની કોરોનાની ગાઈડલાઇનને અનુસરી સોશિયલ ડિસ્ટન્સીન્ગનું પાલન કરવામાં આવ્યું હતું. મંદિરોમાં પ્રસાદની વહેંચણી કોરોના મહામારીને ધ્યાનમાં લઈને વિતરણ ન કરવાનું મંદિરના સંચાલકોએ નક્કી કર્યું હતું.

જમ્મુ-કાશ્મીર / અનંતનાગ એન્કાઉન્ટરમાં જૈશ-એ-મોહમ્મદનાં બે આતંકવાદીઓ માર્યા ગયા

બોડેલી નગરમાં શિવભક્તોએ દર વર્ષની જેમ શોભાયાત્રા રામ મંદિરથી ગોપેશ્વર મહાદેવ મંદિર સુધી કાઢી હતી. જેમાં નગરનાં શિવભક્તો મોટા પ્રમાણમાં જોડાયા હતા. બોડેલી તાલુકાનાં ચલામલી ગામે ત્રિમંદિરમાં કોરોના મહામારીને ધ્યાનમાં લઇ ખુબ ઓછી સંખ્યામાં શિવભક્તોએ પૂજા, અર્ચના અને આરતીમાં જોડાયા હતા. વણઘા ગામે હનુમાનજી મંદિરમાં સ્થિત મહાદેવની આરતી કરી અખંડ રામાયણનાં પાઠનું આયોજન કરવામાં આવ્યું હતું. આમ છોટાઉદેપુર જિલ્લામાં શિવરાત્રીનાં તહેવારનો શિવભક્તોએ ખુબ ઉત્સાહભેર ઉજવણી કરી હતી. જિલ્લાના તમામ શિવાલયો “શિવોહમ, શિવોહમ “ઓમ નમઃ શિવાય” નાં નાદથી ગુંજી ઉઠ્યા હતા.

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –

નાગરીકોની શિસ્તબધ્ધતા અને તંત્રની અથાગ મહેનતનાં કારણે ગુજરાતમાં કોરોના નામશેષ થવાનાં આરે પહોંચી ચૂક્યો છે. ગાફેલ રહેવાની બીલકુલ જરુર નથી કારણ કે કોરોનાની સંપૂર્ણ નાબૂદીમાં હજુ થોડો સમય લાગશે. જો કે, ગુજરાતનાં આ સદનસીબ છે કે કોરોનાની ચાલ મંદી પડી છે, બાકી વિશ્વનાં અનેક દેશમાં આજે પણ કોરોના કહેર વર્તાવી જ રહ્યો છે. આવા સમયે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કેકોરોનાથી ડરવાની નહીંપરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે અને જે આપણે કરી પણ બતાવ્યું છે. છતા પણ બને તેટલો જાહેર સંપર્ક ટાળોકોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય, ચાલો સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવીએ