Not Set/ એક્સિસ બેન્કે લૉન્ચ કર્યું હાથમાં પહેરી શકાતું પેમેન્ટ ડિવાઇસ, પેમેન્ટ માટે નહીં પડે પિન નાંખવાની જરુરીયાત

ડિજિટલ પેમેન્ટમાં કૉન્ટેક્ટલેસ પેમેન્ટનું ચલણ ઝડપથી વધી રહ્યું છે. આ બાબતને ધ્યાનમાં લેતા એક્સિસ બેન્કે વેર ઇન પે (Wear N Pay) વેરેબલ કૉન્ટેક્ટલેસ પેમેન્ટ ડિવાઇસ લૉન્ચ કર્યું છે. આ ડિવાઇસ બેન્ડ, કિ ચેઇન અને વૉચ લૂપની સાથે પહેરી શકાય છે. આની કિંમત 750 રુપિયા છે. બેન્ક એકાઉન્ટથી થાય છે કનેક્ટ આ ડિવાઇસ એક્સિસ બેન્કના ગ્રાહકોના […]

Business
axis bank 1615438119 એક્સિસ બેન્કે લૉન્ચ કર્યું હાથમાં પહેરી શકાતું પેમેન્ટ ડિવાઇસ, પેમેન્ટ માટે નહીં પડે પિન નાંખવાની જરુરીયાત

ડિજિટલ પેમેન્ટમાં કૉન્ટેક્ટલેસ પેમેન્ટનું ચલણ ઝડપથી વધી રહ્યું છે. આ બાબતને ધ્યાનમાં લેતા એક્સિસ બેન્કે વેર ઇન પે (Wear N Pay) વેરેબલ કૉન્ટેક્ટલેસ પેમેન્ટ ડિવાઇસ લૉન્ચ કર્યું છે. આ ડિવાઇસ બેન્ડ, કિ ચેઇન અને વૉચ લૂપની સાથે પહેરી શકાય છે. આની કિંમત 750 રુપિયા છે.

બેન્ક એકાઉન્ટથી થાય છે કનેક્ટ

આ ડિવાઇસ એક્સિસ બેન્કના ગ્રાહકોના ખાતા સાથે સંકળાયેલુ હોય છે અને આ એક ડેબિટ કાર્ડની જેમ કામ કરે છે. આ કોઇપણ મર્ચન્ટ સ્ટોર પર ખરીદીની અનુમતિ આપે છે જે કૉન્ટેક્ટલેસ ટ્રાન્ઝેક્શનને સ્વીકાર કરે છે. વિયર ઇન પે ડિવાઇસને ફોન પર કે કોઇપણ એક્સિસ બેન્કની બ્રાન્ચથી ઓર્ડર કરી શકાય છે.

પિન વગર કરી શકશો 5 હજાર સુધીનું પેમેન્ટ

આના દ્ધારા તમે પિન વગર 5 હજાર રુપિયા સુધીની ચુકવણી પોઇન્ટ ઓફ સેલ (PoS) મશીન પર કરી શકો છો. 5 હજાર રુપિયાથી વધુની ચુકવણી પર પિનની જરુરિયાત પડશે. આ ઉપરાંત,  આનાથી પેમેન્ટ કરવાથી તમને કેટલીક ખાસ બ્રાન્ડ્સ પર 10 ટકા સુધી કેશ બેક મળશે. આ ઉપરાંત, છેતરપિંડી થવાથી તેમાં તમારુ નુકસાન પણ કવર કરવામાં આવશે.