Not Set/ ખેડૂત આંદોલન બની રહ્યું છે ઉગ્ર, આંદોલનથી આમ જનતા મુકાઇ છે મુશ્કેલીમાં

કૃષિ કાયદાઓની વિરુદ્ધ દિલ્હીની સરહદો પર ધરણા આપી રહેલા ખેડૂતોને હવે 2 અઠવાડિયાથી વધારે સમય થઈ ગયો છે.

Top Stories Mantavya Vishesh
robo dainasor 25 ખેડૂત આંદોલન બની રહ્યું છે ઉગ્ર, આંદોલનથી આમ જનતા મુકાઇ છે મુશ્કેલીમાં

કૃષિ કાયદાઓની વિરુદ્ધ દિલ્હીની સરહદો પર ધરણા આપી રહેલા ખેડૂતોને હવે 2 અઠવાડિયાથી વધારે સમય થઈ ગયો છે. આ ધરણાંના કારણે સામાન્ય લોકોને અનેક મુશ્કેલી પડી રહી છે ત્યારે ખેડૂતોએ લોકોની માફી માગી છે.

પોતાની માંગ પર અડગ ખેડૂતો ટસના મસ થવા તૈયાર નથી. ઠંડીમાં પણ ખેડૂતો પ્રદર્શન કરી રહ્યા છે, પરંતુ આ ધરણાથી સામાન્ય લોકોને મુશ્કેલીઓ પડી રહી છે. હવે આ મુશ્કેલીઓને જોતા સંયુક્ત કિસાન મોરચાએ માફી માંગી છે. તેમણે સામાન્ય લોકોને પડી રહેલી મુશ્કેલીઓ માટે દુ:ખ વ્યક્ત કર્યું છે. જો કે એ ભરોસો પણ આપ્યો છે કે જો કોઈ દર્દી અથવા જરૂરિયાતમંદને કોઈ મુશ્કેલી થશે, તો તરત અમારો સંપર્ક કરો.

Farmers protest day 19: 10 major issues agitating farmers are facing now | India News | Zee News

સંયુક્ત કિસાન મોરચા દ્વારા દેશના અનેક ખેડૂત સંગઠન નવા ખેડૂત બિલને લઇને ધરણા આપી રહ્યા છે. દિલ્હીની સિંધુ બૉર્ડર, ગાઝીપુર બૉર્ડરસ ટિકરી બૉર્ડર અને હવે રાજસ્થાનથી હરિયાણાને જોડતી બૉર્ડર બંધ કરવામાં આવી રહી છે. ખેડૂતો દ્વારા નીકાળવામાં આવેલા પેમ્ફલેટમાં લખવામાં આવ્યું છે કે, ‘અમે ખેડૂતો છીએ, લોકો અમને અન્નદાતા કહે છે. વડાપ્રધાન કહે છે તેઓ અમારા માટે 3 કાયદાની ભેટ લઇને આવ્યા છીએ, અમે કહીએ છીએ કે આ ભેટ નહીં પરંતુ સજા છે. અમને ભેટ આપવી છે તો પાકની યોગ્ય કિંમત આપવાની કાયદાકીય ગેરંટી આપો. ‘રોડ બંધ કરવા, જનતાને તકલીફ આપવી અમારો ઉદ્દેશ્ય નથી. અમે તો મજબૂરીમાં અહીં બેઠા છીએ. તેમ છતા અમારા આ આંદોલનથી તમને જે તકલીફ થઈ રહી છે તેના માટે અમે હાથ જોડીને માફી માંગીએ છીએ.

ખેડૂતોએ ભરોસો આપ્યો કે, ‘જો કોઈ પણ બીમાર અથવા વૃદ્ધને મુશ્કેલી હોય, એમ્બ્યુલન્સ રોકાઈ હોય અથવા બીજી કોઈ ઇમરજન્સી હોય તો કૃપા કરીને અમારા વૉલિયન્ટર સાથે સંપર્ક કરો તેઓ તમારી મદદ કરશે. હું એક ખેડૂત મહત્વનું છે કે ખેડૂતોના આંદોલનના કારણે અનેક રસ્તાઓ બંધ છે. અનેક જગ્યાએ ડાયવર્ઝન છે. જો કે એવું અનેક વાર જોવા મળ્યું છે કે ખેડૂતો એમ્બ્યુલન્સ માટે ખુદ જ રસ્તો બનાવી રહ્યા છે. આ ઉપરાંત ખેડૂતો દ્વારા જે લંગર તૈયાર કરવામાં આવી રહ્યા છે, તેમાં ફક્ત પ્રદર્શનકારીઓને જ નહીં પરંતુ અન્ય સામાન્ય લોકોને પણ પ્રસાદ આપવામાં આવી રહ્યો છે.

બ્યુરો રિપોર્ટ મંતવ્ય ન્યૂઝ

#Ajab_Gajab / દુનિયાની એક એવી હોટેલ જ્યાં મહેમાનોનું સ્વાગત ‘ડાયનાસો…

#Ajab_Gajab / લંકા મીનાર કે જ્યાં ભાઈ-બહેન એકસાથે નથી જઈ શકતા, જાણો કેમ..?…

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –

દેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો…