Not Set/ કોંગ્રેસ સોશિયલ મીડિયા સેલના પ્રમુખે પીએમ મોદી પર કર્યું આપત્તિજનક ટ્વિટ

નર્મદા, ગુજરાતમાં કેવડિયા કોલોની ખાતે નિર્માણ કરવામાં આવેલી સરદાર વલ્લભભાઇ પટેલની ૧૮૨ મીટરની વિશ્વની સૌથી ઉંચી પ્રતિમાનું બુધવારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ લોકાર્પણ કર્યું હતું. આ પ્રતિમાના અનાવરણ બાદ પીએમ મોદીની સ્ટેચ્યુ ઓફ યુનિટી સાથેની એક તસ્વીર જાહેર કરતા કોંગ્રેસ સોશિયલ મીડિયા સેલના પ્રમુખ દિવ્યા સ્પંદના દ્વારા એક આપત્તિજનક ટ્વિટ કરવામાં આવ્યું છે. દિવ્યા સ્પંદના દ્વારા ટ્વિટ કરતા કેપ્શનમાં લખવામાં આવ્યું હતું કે, Is that […]

Top Stories India Trending Politics
1541059386 divya modi કોંગ્રેસ સોશિયલ મીડિયા સેલના પ્રમુખે પીએમ મોદી પર કર્યું આપત્તિજનક ટ્વિટ

નર્મદા,

ગુજરાતમાં કેવડિયા કોલોની ખાતે નિર્માણ કરવામાં આવેલી સરદાર વલ્લભભાઇ પટેલની ૧૮૨ મીટરની વિશ્વની સૌથી ઉંચી પ્રતિમાનું બુધવારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ લોકાર્પણ કર્યું હતું. આ પ્રતિમાના અનાવરણ બાદ પીએમ મોદીની સ્ટેચ્યુ ઓફ યુનિટી સાથેની એક તસ્વીર જાહેર કરતા કોંગ્રેસ સોશિયલ મીડિયા સેલના પ્રમુખ દિવ્યા સ્પંદના દ્વારા એક આપત્તિજનક ટ્વિટ કરવામાં આવ્યું છે.

દિવ્યા સ્પંદના દ્વારા ટ્વિટ કરતા કેપ્શનમાં લખવામાં આવ્યું હતું કે, Is that bird dropping?. સ્પંદનાના આ આપત્તિજનક ટ્વિટ બાદ તેઓની ખૂબ જ આલોચનાઓ થઇ રહી છે.

https://twitter.com/divyaspandana/status/1057842482975817728

હકીકતમાં, તેઓ દ્વારા પોતાના ટ્વિટમાં સરદાર પટેલની સ્ટેચ્યુ ઓફ યુનિટીના લોકાર્પણ દરમિયાન પીએમ મોદીની એક તસ્વીર શેર કરી હતી. અ તસ્વીરમાં પીએમ મોદી દુનિયાની સૌથી ઉંચી પ્રતિમાના પગ પાસે ઉભા છે. આં તસ્વીર શેર કરતા તેઓએ લખ્યું હતું કે, Is that bird dropping ?.

કોંગ્રેસ સોશિયલ મીડિયા સેલના પ્રમુખનો ઈશારો બર્ડ્સ બીટ તરફ જઈ રહ્યો છે.

જો કે, કોંગ્રેસ પાર્ટી દ્વારા દિવ્યા સ્પંદના આ ટ્વિટ અંગે કિનારો કરી લીધો છે. કોંગ્રેસના સૂત્રો દ્વારા જણાવ્યા અનુસાર, દિવ્યાનું આ પર્સનલ ટ્વિટર એકાઉન્ટ છે, જેથી પાર્ટીથી આ સાથે કોઈ લેવા દેવા નથી.

તમને જણાવી દઈએ કે, આ પહેલા પણ ઘણીવાર દિવ્યા સ્પંદના પોતાના આપત્તિજનક ટ્વિટના કારણે ચર્ચામાં આવી ચુક્યા છે તેમજ તેઓ પર એક ટ્વિટના કારણે દેશદ્રોહનો કેસ પણ દાખલ થઇ ચુક્યો છે.