Not Set/ રાજકોટ : 9,624 દારૂની બોટલો સહીત રૂ. 43.92 લાખની મત્તા પોલીસે કરી કબ્જે

રાજ્યમાં દારૂબંધીની કડક અમલવારી કરવાના સરકારના આદેશથી રાજકોટ પોલીસે પણ પેટ્રોલિંગ વધાર્યું છે. કુવાડવા ગામ પાસેથી પેટ્રોલિંગ દરમિયાન પોલીસે 28.87 લાખની કિંમતનો વિદેશી દારૂ ભરેલો ટ્રક ઝડપી લેતાં સનસનાટી મચી જવા પામી છે. પોલીસે દિવાળીના તહેવાર દરમિયાન બુટલેગર દારૂના જથ્થાનું કટીંગ કરે તે પહેલા જ બુટલેગરોમાં ફફડાટ ફેલાયો છે. પોલીસે દારૂ, ટ્રક, મોબાઈલ મળી કુલ રૂ. 43.92 લાખની […]

Top Stories Gujarat Rajkot
IMG 20181101 WA0013 રાજકોટ : 9,624 દારૂની બોટલો સહીત રૂ. 43.92 લાખની મત્તા પોલીસે કરી કબ્જે

રાજ્યમાં દારૂબંધીની કડક અમલવારી કરવાના સરકારના આદેશથી રાજકોટ પોલીસે પણ પેટ્રોલિંગ વધાર્યું છે. કુવાડવા ગામ પાસેથી પેટ્રોલિંગ દરમિયાન પોલીસે 28.87 લાખની કિંમતનો વિદેશી દારૂ ભરેલો ટ્રક ઝડપી લેતાં સનસનાટી મચી જવા પામી છે.

પોલીસે દિવાળીના તહેવાર દરમિયાન બુટલેગર દારૂના જથ્થાનું કટીંગ કરે તે પહેલા જ બુટલેગરોમાં ફફડાટ ફેલાયો છે. પોલીસે દારૂ, ટ્રક, મોબાઈલ મળી કુલ રૂ. 43.92 લાખની મત્તા કબજે કરી પોલીસને જોઈ નાસી જનાર ટ્રક ચાલક અને બુટલેગરને ઝડપી લેવા ચક્રો ગતિમાન કર્યા છે.

પોલીસ સુત્રોના જણાવ્યા મુજબ કુવાડવા રોડ પર આવેલ ડાભી હોટલ સામે ટ્રક નં. એમએચ 04 ઈવાય 5738માં વિદેશી દારૂનો જથ્થો હોવાની બાતમીને આધારે પોલીસ સ્ટાફે દોડી જઈ શંકાસ્પદ ટ્રકની તલાશી લેતાં તેમાંથી 9624 બોટલ વિદેશી દારૂ મળી આવતા રૂ. 28.87 લાખનો દારૂ, ટ્રક, ત્રણ મોબાઈલ મળી કુલ રૂ. 43.92 લાખની મત્તા કબજે કરી વધુ તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે.