Not Set/ #CoronaUpdateIndia/ દેશમાં કોરોના તોડી રહ્યો છે રેકોર્ડ, છેલ્લા 24 કલાકમાં નોંધાયા 78,761 નવા કેસ

સમગ્ર વિશ્વમાં આજે કોરોનાનાં કેસોમાં વધારો જોવા મળી રહ્યો છે. આ ચેપથી અત્યાર સુધીમાં 2.49 કરોડથી વધુ લોકો પ્રભાવિત થયા છે. આ વાયરસથી 8.42 લાખથી વધુ ચેપગ્રસ્ત લોકોનાં જીવ લીધા છે. ભારતમાં પણ કોવિડ-19 નાં કેસો દરરોજ વધી રહ્યા છે. દેશમાં કોરોના કેસ 35 લાખને પાર વટાવી ગયા છે. રવિવારે સવારે આરોગ્ય મંત્રાલયે જાહેર કરેલા […]

India
d7d5ecc6f5918c2b696850df070e3e77 #CoronaUpdateIndia/ દેશમાં કોરોના તોડી રહ્યો છે રેકોર્ડ, છેલ્લા 24 કલાકમાં નોંધાયા 78,761 નવા કેસ
d7d5ecc6f5918c2b696850df070e3e77 #CoronaUpdateIndia/ દેશમાં કોરોના તોડી રહ્યો છે રેકોર્ડ, છેલ્લા 24 કલાકમાં નોંધાયા 78,761 નવા કેસ

સમગ્ર વિશ્વમાં આજે કોરોનાનાં કેસોમાં વધારો જોવા મળી રહ્યો છે. આ ચેપથી અત્યાર સુધીમાં 2.49 કરોડથી વધુ લોકો પ્રભાવિત થયા છે. આ વાયરસથી 8.42 લાખથી વધુ ચેપગ્રસ્ત લોકોનાં જીવ લીધા છે. ભારતમાં પણ કોવિડ-19 નાં કેસો દરરોજ વધી રહ્યા છે. દેશમાં કોરોના કેસ 35 લાખને પાર વટાવી ગયા છે.

રવિવારે સવારે આરોગ્ય મંત્રાલયે જાહેર કરેલા આંકડા મુજબ, દેશમાં કોરોના ચેપની સંખ્યા વધીને 35,42,733 થઈ ગઈ છે. છેલ્લા 24 કલાકમાં કોરોનાનાં 78,761 નવા કેસ નોંધાયા છે. આ એક દિવસમાં નોંધાયેલો સૌથી મોટો આંક છે. આ સમય દરમિયાન દેશમાં 948 કોરોના ચેપથી મૃત્યુ પામ્યા છે. 27,13,934 દર્દીઓ ઠીક થયા છે અને અત્યાર સુધીમાં 63,498 લોકો મૃત્યુ પામ્યા છે. રિકવરી દર વિશે વાત કરીએ તો, તે થોડો વધારે થયા બાદ 76.6 ટકા પર પહોંચી ગયો છે. પોઝિટિવિટી રેટ 7.46 ટકા છે. ઓગસ્ટ 29 નાં રોજ, 10,55,027 કોરોના સેમ્પલોનું ટેસ્ટિંગ કરવામાં આવ્યુ હતુ. અત્યાર સુધીમાં કુલ 4,14,61,636 સેમ્પલોનું ટેસ્ટિંગ કરવામાં આવ્યુ છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને FacebookTwitterInstagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરીશકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો MantavyaNews” ની નવી મોબાઇલ એપ્લિકેશન.