શ્રદ્ધાંજલિ/ વીરપુરમાં રસીકાબાપાના ધર્મપત્નીનું નિધન થતા સમગ્ર પંથક શોકમગ્ન

પૂજ્ય જલારામ બાપાના પરિવારના વૈકુંઠ હેમલતાબેન ની અંતિમ યાત્રા વીરપુરના રાજ માર્ગમાં થઈને પૂજ્ય જલારામ બાપાના મંદીરે લઈને મુક્તીધામ ખાતે નીકળી હતી. આ અંતિમયાત્રામાં પૂજ્ય જલારામ બાપાની જગ્યાના ગાદીપતિ પૂજ્ય રઘુરામબાપા સહિતના પરિવારજાનો જોડાયા હતા.

Top Stories Gujarat Others
વીરપુર

વિશ્વ વિખ્યાત વીરપુર જલારામધામમાં પૂજ્ય જલારામ બાપાના પરિવારના પૂજ્ય રસિકબાપાના ધર્મપત્નીનું નિધન થયું છે જેમને લઈને આજે સમગ્ર વીરપુર ગામના વેપારીઓ પોતાના ધંધા રોજગાર બંધ પાડ્યા છે.

પૂજ્ય જલારામ બાપાના પરિવારના પૂજ્ય રસિકબાપાના ધર્મપત્નીની અંતિમ યાત્રા સવારના ૯ વાગ્યે થી તેમના નિવાસ્થાનેથી નીકળી હતી જેમાં સમગ્ર વીરપુર વાસીઓ જોડાયા હતા તેમજ વીરપુરની મેઈન  બજાર સહિત નાનામોટા દુકાનદારોએ પણ પોતાના ધંધા વેપાર બંધ રાખી શોક વ્યક્ત કર્યો હતો. વીરપુર મંદિરમાં પૂજ્ય જલારામ બાપાના દર્શન અને અન્નક્ષેત્રમાં ભોજન પ્રસાદ રાબેતા મુજબ ચાલુ રાખવામાં આવ્યા હતા. પૂજ્ય જલારામ બાપાના પરિવારના વૈકુંઠ હેમલતાબેન ની અંતિમ યાત્રા વીરપુરના રાજ માર્ગમાં થઈને પૂજ્ય જલારામ બાપાના મંદીરે લઈને મુક્તીધામ ખાતે નીકળી હતી. આ અંતિમયાત્રામાં પૂજ્ય જલારામ બાપાની જગ્યાના ગાદીપતિ પૂજ્ય રઘુરામબાપા સહિતના પરિવારજાનો જોડાયા હતા.  તેમજ આ દુઃખદ અવસાનને પગલે સમગ્ર ગ્રામજનો તેમજ જલારામ બાપાના પરિવાર શોકમય જોવા મળ્યો હતો.

વીરપુર

આ પણ વાંચો : ‘આજે દેશમાં સરકારના કામકાજની રીત બદલાઈ ગઈ છે’ :યુવા શિબિરમાં PM મોદી