@વિશ્વાસ ભોજાણી, મંતવ્ય ન્યૂઝ
ગુજરાતમાં બર્ડ ફ્લુનો પગપેસારો થઇ ગયો છે, જેમાં ધડાધડ પક્ષીઓ મૃત હાલતમાં મળી આવી રહ્યા હોય ગોંડલ તાલુકાનાં શિવરાજગઢ ગામ પાસે ભાદર ડેમનાં કાંઠે આઠથી દસ ટીટોડીઓ મૃત હાલતમાં મળી આવતા વનવિભાગે દોડી જઈ ટીટોડી ઓના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ગોંડલ વેટરનરી હોસ્પિટલ ખસેડ્યા હતા.

પ્રાપ્ત વિગતો મુજબ શિવરાજગઢનાં સામાજિક કાર્યકર ચંદ્રેશભાઇ પંડ્યા અને કિરીટભાઈ વોરાને ભાદર નદી કાંઠે ખેત મજૂરી કામ કરતા કાનજી ભાઈ ડાભી મોબાઈલ ફોન કરી જાણ કરી હતી કે અહીં આસપાસમાં આઠથી દસ ટીટોડી ઓ મૃત હાલતમાં પડી છે. ઘટનાને પગલે લોકો સ્થળ પર દોડી ગયા હતા અને ફોરેસ્ટ વિભાગનાં પ્રતિપાલસિંહ ચુડાસમા સહિતનાઓને જાણ કરતા ફોરેસ્ટ વિભાગ સ્થળ પર દોડી ગયું હતું અને ટીટોડીઓનાં મૃતદેહને પોસ્ટ મોર્ટમ માટે ગોંડલ વેટરનરી હોસ્પિટલ ખસેડ્યા હતા.

પ્રકૃતિપ્રેમી હિતેશભાઈ દવેએ જણાવ્યુ કે, ભાદર નદીનાં કાંઠે એક સાથે મૃત હાલતમાં મળી આવેલ ટીડીઓ બર્ડ ફ્લુનો શિકાર થઈ હોવાની શક્યતા છે. વનવિભાગ દ્વારા જો આવું કોઈ પણ જગ્યાએ ધ્યાનમાં આવે તો તેને ન અડવા તાકીદ પણ કરાય છે. મૃત પક્ષીઓને ગ્લોઝ પહેરીને અડવા જોઈએ અન્યથા માનવજીવન માટે પણ તે જોખમી સાબિત થઇ શકે તેમ છે, નરી આંખે મૃત પક્ષીઓ બર્ડફલુનાં શિકાર છે તે કહી ન શકાય તે લેબોરેટરી દ્વારા જ જાણી શકાય છે.
આ મામલે ફોરેસ્ટર પ્રતિપાલસિંહ ચુડાસમાએ જણાવ્યુ કે, મૃત પક્ષીઓનું પીએમ થયા બાદ જ કહી શકાશે કે તે બર્ડ ફ્લુ નો શિકાર થઈ છે હાલ તો ટીટોડીઓ કાતિલ ઠંડીનો શિકાર બની હોવાનું શંકા થઇ રહી છે.
મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –
દેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો…
