સુરત,
જૈન મુનિ શાંતિસાગર વિરુદ્ધ દુષ્કર્મ મામલે એડિશનલ સેશન્સ કોર્ટમાં આજે સુનવણી શરુ થવા જઈ રહી છે.જનવાઈએ કે આ કેસમાં બે તબીબોની જુબાની લેવાય તેવી શક્યતા સેવાઈ રહી છે.
આપને જાણવી ડાઈએ કે શાંતિસાગરે વડોદરાની યુવતી પર દુષ્કર્મ આચર્યું હોવાનો આ કેસ છે અને આ કેસમાં શાંતિસાગરની તમામ અરજીઓ નામંજૂર થઈ ચુકી છે. સેશન્સ કોર્ટ, ગુજરાત હાઈકોર્ટ અને સુપ્રીમ કોર્ટે કહેવાતા જૈન મુનિની અરજીઓ ફગાવી દીધી હતી. હાલ શાંતિસાગર સુરતની લાજપોર જેલમાં બંધ છે ત્યારે આ કેસ પર થનારી સુનાવણી પર સૌની મીટ મંડાયેલી છે.
