Political/ સિંધિયાની જન આશિર્વાદ યાત્રા દરમિયાન ઘોડાને પણ લગાવાયો ભગવો રંગ, કેસ દાખલ

કેન્દ્રીય મંત્રી જ્યોતિરાદિત્ય સિંધિયાની જન આશિર્વાદ યાત્રા દરમિયાન ઈન્દોરનાં એક પોલીસ સ્ટેશનમાં પશુ ક્રૂરતાનો કેસ નોંધવામાં આવ્યો છે.

Top Stories India
1 179 સિંધિયાની જન આશિર્વાદ યાત્રા દરમિયાન ઘોડાને પણ લગાવાયો ભગવો રંગ, કેસ દાખલ

કેન્દ્રીય મંત્રી જ્યોતિરાદિત્ય સિંધિયાની જન આશિર્વાદ યાત્રા દરમિયાન ઈન્દોરનાં એક પોલીસ સ્ટેશનમાં પશુ ક્રૂરતાનો કેસ નોંધવામાં આવ્યો છે. ભાજપનાં કાર્યકરોએ જન આશીર્વાદ યાત્રા દરમિયાન ઘોડાને ભાજપનાં રંગમાં રંગ્યો હતો. આ ઘોડો છાવણી વિસ્તારનાં એક સ્વાગત ગેટ પાસે જોવા મળ્યો હતો. એવું કહેવામાં આવી રહ્યું છે કે, ભાજપનાં પૂર્વ કાઉન્સિલર રામદાસ ગર્ગે તેને બોલાવ્યો હતો. ભાજપનાં રંગમાં રંગાયેલા ઘોડાને જોઇ ઘણા લોકો ગુસ્સે થયા હતા. તેમણે એક પશુ પર ક્રૂરતાનો આરોપ લગાવ્યો હતો અને કહ્યું કે ભાજપે પ્રાણીઓને પણ છોડ્યા નથી.

1 180 સિંધિયાની જન આશિર્વાદ યાત્રા દરમિયાન ઘોડાને પણ લગાવાયો ભગવો રંગ, કેસ દાખલ

આ પણ વાંચો – Political / મુંબઈમાં ભાજપની જનયાત્રામાં કોવિડ પ્રોટોકોલનું ઉલ્લંઘન, 7 પોલીસ સ્ટેશનોમાં FIR

ભાજપની જન આશીર્વાદ યાત્રા દરમિયાન નિયમોનો ઉગ્ર રીતે ભંગ કરવામાં આવ્યો હતો. પ્રાણીઓ પર પણ ક્રૂરતા જોવા મળી હતી. આ યાત્રા દરમિયાન એક ઘોડો ભાજપનાં રંગમાં રંગવામાં આવ્યો હતો. પીપલ ફોર એનિમલ્સે આનો વિરોધ કર્યો છે અને ફરિયાદ કરવાની વાત કરી છે. વળી, પોલીસે ભાજપનાં વરિષ્ઠ નેતા ગોવિંદ માલુ સાથે ઝપાઝપી કરી અને સિંધિયાને એક કાર્યક્રમમાં પ્રવેશવા ન દીધા, તેમને બહાર જ રોકી દીધા.  મળતી માહિતી મુજબ, છાવણીમાં સ્થિત જગન્નાથ વિદ્યાલયમાં કોવિડ-કેર સેન્ટરની બનાવવામાં આવ્યુ છે. જ્યોતિરાદિત્ય સિંધિયા યાત્રા દરમિયાન આ કેન્દ્ર પર પહોંચ્યા. ગોવિંદ માલુએ પણ ત્યાં પ્રવેશવાનો પ્રયાસ કર્યો હતો પરંતુ ત્યાં તૈનાત પોલીસ કર્મચારીઓએ તેમને અટકાવ્યા હતા અને તેમની સાથે ધક્કા-મુક્કી થઇ હતી. પોતાનો પરિચય આપવા છતાં પોલીસે માલુને અંદર પ્રવેશવા દીધા નહીં અને બહારથી રવાના કરી દીધા હતા. ગોવિંદ માલુએ રિવલ ફર્સ્ટને જણાવ્યું હતું કે, માત્ર પોલીસ વહીવટીતંત્ર જ આ મામલે સંજ્ઞાન લેશે, તેઓ આવી નાની નાની બાબતોમાં સામેલ થતા નથી. માલુએ કહ્યું કે તે પોતાની તરફથી ફરિયાદ નહીં કરે. જો પાર્ટીનાં અન્ય કાર્યકરો ફરિયાદ કરે તો તે અલગ બાબત છે.

1 181 સિંધિયાની જન આશિર્વાદ યાત્રા દરમિયાન ઘોડાને પણ લગાવાયો ભગવો રંગ, કેસ દાખલ

આ પણ વાંચો – અફઘાનિસ્તાનમાં કટોકટી / બિડેન વહીવટીતંત્રે તાલિબાનોના અફઘાનિસ્તાન પર કબ્જા બાદ હથિયારોના વેચાણ પર પ્રતિબંધ મૂક્યો

ભાજપનાં કાર્યકરોએ જન આશીર્વાદ યાત્રા દરમિયાન ઘોડાને ભાજપનાં રંગમાં રંગાવ્યો હતો. આ ઘોડો છાવણી વિસ્તારનાં સ્વાગત ગેટ પાસે જોવા મળ્યો હતો, જેને ભાજપનાં ભૂતપૂર્વ કાઉન્સિલર રામદાસ ગર્ગે બોલાવ્યો હતો. ભાજપનાં રંગમાં રંગાયેલા આ ઘોડાને જોઈને લોકો કહેતા રહ્યા કે ભાજપે પશુઓને પણ છોડ્યા નથી. પીપલ્સ ફોર એનિમલ્સનાં સ્થાનિક પ્રતિનિધિઓનું કહેવું છે કે તે પ્રિવેન્શન ઓફ ક્રૂલ્ટી ટૂ એનિમલ્સ એક્ટ 1960 નું ઉલ્લંઘન છે. આવું કરનાર અને ટ્રાવેલ ઓપરેટરો સામે સંયોગીતાગંજ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધવામાં આવી છે. આ સાથે ચૂંટણી પંચને પણ ફરિયાદ કરવામાં આવશે.