Not Set/ ભારતીય વાયુસેનાના વિંગ કમાન્ડર અભિનંદનની આજે થશે વતન વાપસી

ભારતીય વાયુસેનાના વિંગ કમાન્ડર અભિનંદન, જે પાકિસ્તાનની સેનાના કબજામાં છે. ઉલ્લેખનીય છે કે એક એરક્રાફ્ટ ક્રેશ થયા બાદ ભારતીય પાયલોટ અભિનંદને પાકિસ્તાનમાં પેરાશુટથી ઉતરવું પડ્યું હતું. આ પછી પાક સેનાએ અભિનંદનને કબજામાં લઈ લીધો હતો. ત્યારે પાકિસ્તાનના વડાપ્રધાન ઇમરાન ખાને તેમની સંસદમાં જાહેરાત કરી છે કે તેઓ શાંતિ ઈચ્છે છે. ઉલ્લેખનીય છે કે  ભારતીય પાયલોટને […]

Top Stories India
mantavya ભારતીય વાયુસેનાના વિંગ કમાન્ડર અભિનંદનની આજે થશે વતન વાપસી

ભારતીય વાયુસેનાના વિંગ કમાન્ડર અભિનંદન, જે પાકિસ્તાનની સેનાના કબજામાં છે. ઉલ્લેખનીય છે કે એક એરક્રાફ્ટ ક્રેશ થયા બાદ ભારતીય પાયલોટ અભિનંદને પાકિસ્તાનમાં પેરાશુટથી ઉતરવું પડ્યું હતું. આ પછી પાક સેનાએ અભિનંદનને કબજામાં લઈ લીધો હતો. ત્યારે પાકિસ્તાનના વડાપ્રધાન ઇમરાન ખાને તેમની સંસદમાં જાહેરાત કરી છે કે તેઓ શાંતિ ઈચ્છે છે. ઉલ્લેખનીય છે કે  ભારતીય પાયલોટને મુક્ત કરશે.

ભારતીય વાયુસેનાના વિંગ કમાન્ડર પાઈલટ અભિનંદન વર્ધમાનની આજે તેમને વાઘા બોર્ડર દ્વારા પાકિસ્તાન ભારતને સોંપશે. આ માટે વાઘા બોર્ડર પર તેમના સ્વાગત માટે જોરદાર તૈયારીઓ થઈ રહી છે. વાયુસેનાનું એક પ્રતિનિધિમંડળ આજે વિંગ કમાન્ડર અભિનંદનને લેવા માટે વાઘા બોર્ડર જશે.

પાકિસ્તાન સાથે એરસ્ટ્રાઈક દરમિયાન તેઓ ભૂલથી પાકિસ્તાન અધિકૃત કાશ્મીરમાં ઉતરી ગયા હતાં. હજુ જો કે એ સ્પષ્ટ નથી કે અભિનંદનને પાકિસ્તાન આંતરરાષ્ટ્રીય રેડ ક્રોસને સોંપશે કે પછી ભારતીય અધિકારીઓને.

ભારતીય વાયુસેના અને પાકિસ્તાની વાયુસેનાના ફાઈટર વિમાનો વચ્ચે ઝડપ દરમિયાન ભારતનું મિગ 21 વિમાન પીઓકેમાં ક્રેશ થયું હતું અને અભિનંદન પીઓકેમાં ઉતરી ગયા હતાં.

જો કે તેમનું વિમાન ક્રેશ થયું તે પહેલા તેમણે પાકિસ્તાનના ફાઈટર વિમાન એફ 16ને તોડી પાડ્યું હતું. આ બાજુ તેના એક દિવસ પહેલા જ ભારતે મોટી  કાર્યવાહી કરતા પાકિસ્તાનના બાલાકોટમાં જૈશ એ મોહમ્મદના આતંકી તાલિમ કેમ્પ પર બોમ્બ વરસાવ્યાં હતાં.