Not Set/ LPG રસોઇ ગેસ સિલિન્ડરમાં થયો ભાવ વધારો, સબસિડી વિનાના સિલેંડરમાં 42.50 રૂપિયાનો વધારો

ઘરેલૂ રસોઇ ગેસની સબસિડીવાળા રસોઇ ગેસ (LPG) સિલેંડર 2.08 રૂપિયા અને સબસિડી વિનાના સિલેંડરમાં 42.50 રૂપિયાનો વધારો થયો છે. સિલેંડરોની કિંમતમાં આ વધારો સતત 3 મહિનાના ઘટાડા બાદ કરવામાં આવ્યો છે. ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશન (IOC)એ એક નિવેદનમાં આ જાણકારી આપી છે. કંપનીનું કહેવું છે કે ઇંધણના વધતા જતાં બજાર મૂલ્ય પર પ્રભાવના લીધે વધારો જરૂરી […]

Top Stories Business
mantavya 1 LPG રસોઇ ગેસ સિલિન્ડરમાં થયો ભાવ વધારો, સબસિડી વિનાના સિલેંડરમાં 42.50 રૂપિયાનો વધારો

ઘરેલૂ રસોઇ ગેસની સબસિડીવાળા રસોઇ ગેસ (LPG) સિલેંડર 2.08 રૂપિયા અને સબસિડી વિનાના સિલેંડરમાં 42.50 રૂપિયાનો વધારો થયો છે. સિલેંડરોની કિંમતમાં આ વધારો સતત 3 મહિનાના ઘટાડા બાદ કરવામાં આવ્યો છે.

ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશન (IOC)એ એક નિવેદનમાં આ જાણકારી આપી છે. કંપનીનું કહેવું છે કે ઇંધણના વધતા જતાં બજાર મૂલ્ય પર પ્રભાવના લીધે વધારો જરૂરી થઇ ગયો હતો.

આ વધારા બાદ દિલ્હીમાં 1 માર્ચથી 14.2 કિલોગ્રામના સબસિડીવાળા રસોઇ ગેસ સિલેંડરની કિંમત 495.61 રૂપિયા થઇ થશે જે અત્યારે 493.53 રૂપિયા છે. તો બીજી તરફ સબસિડી વિનાના સિલિંડરની કિંમત 701.50 રૂપિયા થઇ જશે.

આ પહેલાં 1 ફેબ્રુઆરીના રોજ ઇન્ડિયન ઓઇલે કહ્યું હતું કે દિલ્હીમાં સબસિડીવાળા 14.2 કિલોગ્રામના ગેસ સિલેંડરની કિંમત 493.53 રૂપિયા હશે જે અત્યારે 494.99 રૂપિયા છે. આ પ્રકારે સબસિડી વિનાના 14.2 કિલોગ્રામના સિલેંડરની કિંમત પણ 30 રૂપિયા ઘટીને હવે 659 રૂપિયા પ્રતિ સિલેંડર કરવામાં આવી હતી.