અમદાવાદઃ નવી દિલ્હીમાં જાણીતા ઔદ્યોગિક જૂથ મયૂર જૂથને ત્યાં ઇન્કમ ટેક્સ વિભાગે પાંચ દિવસના દરોડા પૂરા કર્યા અને 150 કરોડથી વધુ રકમની કરચોરી પકડી. હવે આવકવેરા વિભાગ આવી જ આશા અમદાવાદમાં કેમિકલના બે મોટા વેપારીને ત્યાં પાડેલા દરોડામાં રાખી રહ્યુ છે. આવકવેરા વિભાગે અમદાવાદમાં બ્લીચ કેમિકલ અને ધારા કેમિકલ ખાતે દરોડા પાડયા છે.
આવકવેરા વિભાગ દ્વારા અમદાવાદમાં 25 જેટલા સ્થળોએ દરોડા પાડીને મોટાપાયા પર ઓપરેશન હાથ ધરવામાં આવી રહ્યુ છે. આ ઓપરેશનમાં આવકવેરા ખાતાના 100થી પણ વધારે અધિકારીઓ ભાગ લીધો છે અને એક સાથે 25 જેટલા સ્થળોએ દરોડા પાડતા શહેરના વિવિધ ઔદ્યોગિક જૂથોમાં ફફડાટ વ્યાપી ગયો છે. આના લીધે શહેરના વિવિધ ઝવેરીઓ અને બિલ્ડરોમાં પણ ફફડાટ છે.
આવકવેરા વિભાગને વિશ્વાસ છે કે તેમના સર્ચ ઓપેરશનમાં મોટાપાયા પર બેનામી વ્યવહારો મળી આવે તેમ છે. તેઓનો દાવો છે કે તેમણે પૂરેપૂરી બાતમી પછી જ આ ઓપરેશન હાથ ધર્યુ છે. તેમણે મોટા પ્રમાણમાં બ્લેક મની મળી આવે તેવો વિશ્વાસ પણ વ્યક્ત કર્યો છે. આ પહેલા જાણીતા બિલ્ડર સ્વાતિ બિલ્ડકોનને ત્યાં પણ આઇટીની ટીમ ત્રાટકી હતી.
સ્વાતિ બિલ્ડકોનને ત્યાં આઇટીની ટીમ ત્રાટકી ત્યારે એકસાથે 40થી વધુ સ્થળે દરોડા પાડવામાં આવ્યા હતા. આવકવેરા વિભાગની ટીમે અમદાવાદમાં આંબલી રોડ પર આવેલી તેની મુખ્ય ઓફિસ સામે પણ તપાસ હાથ ધરી હતી. બીજી બાજુએ એસજી હાઇવે પરના સિગ્નેચર-1માં પણ સ્વાતિ ગ્રુપની ઓફિસ પર તપાસ અભિયાન હાથ ધરાયું હતું. અહીં દસ અધિકારી અને કર્મચારી સહિત ચાર પોલીસ કર્મચારીઓ સાથે તપાસ હાથ ધરવામાં આવી હતી. ફક્ત અમદાવાદ જ નહીં રાજકોટમાં પણ આઇટીની ટીમ ત્રાટકી હતી.
આ પણ વાંચોઃ Vibrant Gujarat 2024/ આજે મુંબઈમાં વાઇબ્રન્ટ ગુજરાત રોડ શોનું આયોજન
આ પણ વાંચોઃ Online Fraud/ ન તો OTP શેર કર્યો અને ન તો એકાઉન્ટ સાથે નંબર લિંક કર્યો, ઠગબાજે પૂર્વ કેન્દ્રીય મંત્રીના ખાતામાંથી….
આ પણ વાંચોઃ Narendra Modi Stadium/ નરેન્દ્ર મોદી સ્ટેડિયમને ઉડાવવાની ધમકી આપનાર ઝડપાયો, મજાક ભારે પડી