NIA raid/ 31 લાખનું પેકેજ ધરાવતો આઇટી કંપનીનો કર્મચારી નીકળ્યો આતંકવાદી

પુણેમાં આઇએસઆઇએસ આતંકવાદી મોડ્યુલનો તપાસ કરતી એનઆઇએએ તેની ચાર્જશીટમાં ઘણા ખુલાસા કર્યા છે. એનઆઇએનું કહેવું છે કે આતંકવાદી સમગ્ર દેશમાં ઘણા બધા હુમલા કરવાનું આયોજન ધરાવતા હતા. આ આતંકવાદીઓમાં આઇટી કંપનીમાં કામ કરનારા લોકો પણ સામેલ હતા. તેમા આઇટી કંપનીમાં 31 લાખ રૂપિયાનું પેકેજ ધરાવતા આતંકવાદીનો પણ સમાવેશ થાય છે.

Top Stories
YouTube Thumbnail 2023 11 11T162829.297 31 લાખનું પેકેજ ધરાવતો આઇટી કંપનીનો કર્મચારી નીકળ્યો આતંકવાદી

પુણેઃ પુણેમાં આઇએસઆઇએસ આતંકવાદી મોડ્યુલનો તપાસ કરતી એનઆઇએએ તેની ચાર્જશીટમાં ઘણા ખુલાસા કર્યા છે. એનઆઇએનું કહેવું છે કે આતંકવાદી સમગ્ર દેશમાં ઘણા બધા હુમલા કરવાનું આયોજન ધરાવતા હતા. આ આતંકવાદીઓમાં આઇટી કંપનીમાં કામ કરનારા લોકો પણ સામેલ હતા. તેમા આઇટી કંપનીમાં 31 લાખ રૂપિયાનું પેકેજ ધરાવતા આતંકવાદીનો પણ સમાવેશ થાય છે.

આતંકવાદીઓએ બોમ્બ બનાવવાના મટીરિયલનો કોડવર્ડ પણ બનાવ્યો હતો. આ કોડવર્ડ પણ જાણીતી કંપનીઓમાં નોકરી કરતાં લોકોએ બનાવ્યો હતો. પૂણે આઇએસઆઇએસ મોડ્યુલમાં સાત આરોપીઓ સામે એનઆઇએએ યુએપીએ, વિસ્ફોટક પદાર્થ અધિનિયમ અને અન્ય ધારાઓ હેઠળ આરોપનામુ ફાઇલ કર્યું છે.

તહોમતનામામાં કહેવાયું છે કે આતંકવાદીઓ કાફિરો સામે બદલા લેવાનું આયોજન કરી રહ્યા હતા. આતંકવાદીઓએ જંગલ અને સૂમસામ જગ્યાઓ પર તાલીમ કેન્દ્રો બનાવ્યા હતા. તેઓ અહીં આઇઇડી બનાવી રહ્યા હતા. આ ઉપરાંત પુણેના કેટલાય વિસ્તારમાં લોકોનું માઇન્ડ વોશ કરીને તેને પોતાની સાથે સામેલ કરવાનો પ્રયત્ન કરતા હતા. એનઆઇએનો આરોપ છે કે આરોપી અફીકે ફેબ્રુઆરીમાં એક ટ્રેનિંગ કેમ્પમાં ભાગ લીધો હતો.

અધિકારીઓના જણાવ્યા મુજબ આરોપીઓની ઓળખ મોહમ્મદ ઇમરાન, મોહમ્મદ યુસુફ ખાન ઉર્ફ મટકા, આરોપી અબ્દુલ હમીદ, મોહમ્મદ યુનુસ, મોહમ્મદ યાકુબ અને સલીમ ખાન તરીકે કરવામાં આવી છે. આરોપનામામાં કહેવાયું છે કે તેઓ હુમલો કરવા માંગતા હતા અને કાફિરો સામે બદલો લેવા માંગતા હતા.

આતંકવાદીઓ બોમ્બ બનાવવા   જેવા મટીરિયલ માટે કોડવર્ડનો ઉપયોગ કરતા હતા. તહોમતનામામાં કહેવાયું છે કે સલફ્યુરિક એસિડ માટે સિરકા, એસીટોન માટે રોઝવોટર અને હાઇડ્રોજન પેરોકસાઇડ માટે શરબત કોડવર્ડનો ઉપયોગ કરતા હતા. આતંકવાદીઓ હુમલા માટે કેટલાય રાજ્યોમાં રેકી કરી રહ્યા હતા.

પકડાયેલા આતંકવાદીઓમાં એક ઝુલ્ફિકાર મલ્ટિનેશનલ કંપનીમાં 31 લાખ રૂપિયાનું પેકેજ ધરાવતો હતો. તે કંપનીમાં સીનિયર પ્રોજેક્ટ મેનેજર તરીકે કામ કરતો હતો. એનઆઇએના તહોમતનામામાં કહેવાયું છે કે પકડાયેલા આતંકવાદી ભણેલા અને ટેકનિકલ બેકગ્રાઉન્ડના છે. આરોપી કાદિર પઠાણ ગ્રાફિક ડિઝાઇનર છે. એનઆઇએને તે જાણી અત્યંત આશ્ચર્ય થયું કે તે આઇઇડી બનાવવા તેવી ચીજોનો ઉપયોગ કરી રહ્યા હતા જે અત્યંત સરળતાથી ઉપલબ્ધ થાય છે. તેમા થર્મોમીટર, 12 વોલ્ટનો બલ્બ, ફિલ્ટર પેપર, માચીસ, સ્પીકર વાયર અને સોડા પાવડર સામેલ છે.

આતંકવાદીઓની પાસે હાર્ડ ડિસ્કમાં ઘણા દસ્તાવેજ મળ્યા હતા. તહોમતનામામાં કહેવાયું છે કે આતંકવાદી સતત વિદેશી આતંકવાદી સંગઠનો સાથે સંપર્કમાં હતા. તેમના ઇશારા પર જ તે મોટા આયોજન તૈયાર કરી રહ્યા હતા. આ માટે તેમને મોટી રકમ પણ મળતી હતી.


આ પણ વાંચોઃ Dhanteras/ 50,000 કરોડનો કારોબાર, બજારમાં રિટેલરોને ‘ધનતેરસ’

આ પણ વાંચોઃ Gujarat Surat/ સુરત રેલવે સ્ટેશન પર ભીડના કારણે ઘણા મુસાફરોના શ્વાસ રૂંધાયા, એકનું મોત

આ પણ વાંચોઃ Gujarat Govt/ ગુજરાત સરકારે જેલખાતાના કર્મચારીઓની સુધારી દિવાળી, ભથ્થામાં કર્યો વધારો