Vibrant Gujarat 2024/ આજે મુંબઈમાં વાઇબ્રન્ટ ગુજરાત રોડ શોનું આયોજન

નવી દિલ્હીમાં વાઇબ્રન્ટ ગુજરાત કર્ટેઇન રેઇઝર પછી હવે મુંબઈ ખાતે વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ રોડ શોનું આયોજન કરવામાં આવ્યું છે.

Top Stories Gujarat
YouTube Thumbnail 25 3 આજે મુંબઈમાં વાઇબ્રન્ટ ગુજરાત રોડ શોનું આયોજન

મુંબઈઃ નવી દિલ્હીમાં વાઇબ્રન્ટ ગુજરાત કર્ટેઇન રેઇઝર પછી હવે મુંબઈ ખાતે વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ રોડ શોનું આયોજન કરવામાં આવ્યું છે. મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલની હાજરીમાં યોજાનારા રોડ શોમાં ટોચના 12 ઉદ્યોગપતિ સીએમ ભુપેન્દ્ર પટેલ સાથે વન-ટુ-વન બેઠક કરવાના છે.

આ રોડ શોમાં 500થી વધુ ઉદ્યોગપતિઓ, કોન્સ્યુલેટલ જનરલ અને રાજદ્વારીઓ હાજર રહેવાના છે. તેમા બધા ઉદ્યોગપતિઓ અને રાજદ્વારીઓને વાઇબ્રન્ટ સમિટની માહિતી આપવામાં આવશે. આ માટે ગુજરાતમાં રોકાણની સંભાવનાઓ અને તેમના માટેની તકો અંગે તેમને માહિતગાર કરવામાં આવશે. તેની સાથે તેમને વાઇબ્રન્ટ ગુજરાતની ગ્લોબલ સમિટમાં હાજર થવા આમંત્રિત કરાશે. આ ઉપરાંત ગુજરાત સરકારની નીતિઓ અંગે પ્રેઝન્ટેશન પણ આપવામા આવશે.

ગુજરાતમાં આગામી વર્ષે યોજાનારી વાઇબ્રન્ટ સમિટ 2024ની પૂર્વતૈયારી તરીકે રૂપે આ આયોજન કરવામાં આવી રહ્યુ છે. આગામી સમયમાં દેશના મેટ્રો શહેરોમાં વાઇબ્રન્ટ ગુજરાતના રોડ શોનું આયોજન કરવામાં આવનાર છે. નવી દિલ્હીમાં તેનું કર્ટેઇન રેઇઝર થઈ ચૂક્યું છે.

અગાઉના વાઇબ્રન્ટ ગુજરાત મહોત્સને પણ જબરજસ્ત સફળતા મળી છે, તે જોતા આગામી વર્ષે યોજાનારા વાઇબ્રન્ટ ગુજરાતને ઝળહળતી સફળતા મળે તેમ માનવામાં આવે છે. કોરોનાના કારણે વાઇબ્રન્ટ ગુજરાત મહોત્સવનું આયોજન થઈ શક્યું ન હતું. હવે સ્થિતિ પૂર્વવત્ થઈ ગઈ છે ત્યારે હવે વાઇબ્રન્ટ ગુજરાતની કામગીરીએ વેગ પકડ્યો છે.  આગામી વાઇબ્રન્ટ ગુજરાતનું આયોજન પાછળના આયોજન કરતાં વધારે સારું અને જબરજસ્ત હશે.

 

આ પણ વાંચોઃ Narendra Modi Stadium/ નરેન્દ્ર મોદી સ્ટેડિયમને ઉડાવવાની ધમકી આપનાર ઝડપાયો, મજાક ભારે પડી

આ પણ વાંચોઃ Gaza-Israel Conflict/  હમાસના હુમલામાં 1008 ઇઝરાયલી નાગરિકો માર્યા ગયા, જવાબી હુમલામાં ગાઝાના 830 લોકો માર્યા ગયા

આ પણ વાંચોઃ Gaza-Israel Conflict/ લેબનાનના આતંકવાદી સંગઠન હિઝબુલ્લાહે આપી અમેરિકાને ખુલ્લી ધમકી આપતા કહ્યું……