- ST બસ ચાલકને ચાલુ બસે આવી ખેંચ
- ડ્રાઇવરને ખેંચ આવતા બસ વીજ પોલ તોડી ડિવાઇડર પર ચડી
- બસમાં સવાર મુસાફરોના જીવ તાળવે ચઢ્યા
- મુસાફરોને બસનો કાચ તોડી બહાર કઢાયા
- ચાલકને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડાયો
વલસાડ નજીક અતુલ હાઈવે પર એક મોટી દુર્ઘટના ટળી છે. પારનેરા મુકુંદ ઓવરબ્રિજ પાસે બીલીમોરાથી દમણ જઈ રહેલી એસટી બસના ડ્રાઈવરને ચાલુ બસે ખેંચ આવી હતી. ખેંચ આવતા બસ ડિવાઈડર ઉપર ચડી ગઈ હતી.
અને દીવૈદ્ર તોડીને વીજપોલ સાથે અથડાઈને ઉભી રહી ગઈ હતી. ડ્રાઈવરને ખેંચ આવી હોવાની યાત્રીઓને જાણ થતાં યાત્રીઓ ગભરાઈ ગયા હતા. અને તેમાંથી એક મહિલા ચાલુ બસે કૂદી ગઈ હતી. જેથી તેમને ઈજા પહોંચી હતી. ઘટનાની જાણ થતા આસપાસથી લોકો દોડી આવ્યા હતા. મુસાફરોને બસનો કાચ તોડી બહાર કઢાયા હતા. તો ડ્રાઈવર અને ઘાયલ મહિલાને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડ્યા હતા.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.
