Not Set/ રાજકોટ/ ચાઇનીઝ દોરી અને તુક્કલ વેચતા વેપારી ઝડપાયા

મકરસંક્રાતિના તહેવાર પહેલા પ્રતિબંધીત તૂક્કલનો મોટો જથ્થો ઝડપાયો તુક્કલ વેચનાર  વેપારીની પોલીસે કરી ધરપકડ ચાઇનીઝ દોરી વહેચનારા શખ્સની કરવામાં આવી ધરપકડ માલવીયા પોલીસે ચાઇનીઝ દોરીની 10 ફિરકી કરી કબ્જે રાજકોટ શહે૨માં ચાઈનીઝ દોરા-તુકકલ વેચતા વેપારીઓને ઝડપી લેવા જિલ્લા કલેક્ટર દ્વારા જુદી જુદી 11 ટીમ બનાવીને બજારોમાં ચેકીંગ હાથ ધરવામાં આવ્યું હતું. ચાઈનીઝ દોરા અને તુકકલ […]

Gujarat Rajkot
  • મકરસંક્રાતિના તહેવાર પહેલા પ્રતિબંધીત તૂક્કલનો મોટો જથ્થો ઝડપાયો
  • તુક્કલ વેચનાર  વેપારીની પોલીસે કરી ધરપકડ
  • ચાઇનીઝ દોરી વહેચનારા શખ્સની કરવામાં આવી ધરપકડ
  • માલવીયા પોલીસે ચાઇનીઝ દોરીની 10 ફિરકી કરી કબ્જે

રાજકોટ શહે૨માં ચાઈનીઝ દોરા-તુકકલ વેચતા વેપારીઓને ઝડપી લેવા જિલ્લા કલેક્ટર દ્વારા જુદી જુદી 11 ટીમ બનાવીને બજારોમાં ચેકીંગ હાથ ધરવામાં આવ્યું હતું. ચાઈનીઝ દોરા અને તુકકલ વેચના૨ વેપારી વિરુદ્ધ ફરીયાદ નોધવાના આદેશ આપવામાં આવ્યા હતા. જો કોઈ વેપારી ચાઈનીઝ દોરી-તુકકલ વેચતા પકડાશે તેમને કાયદા અનુસા૨ 6 મહિનાની જેલ અને પાંચથી દસ હજા૨નો દંડ ફટકારવામાં આવશે.

શહેરમાં વિવિધ જગ્યાએ  પાડવામાં આવેલા દરોડામાં પોલીસે ચાઇનીઝ દોરી અને તુક્કલ વેચતા વેપારીને ઝડપી પડ્યા છે. મકરસંક્રાતિના તહેવાર અગાઉ જ પોલીસે ચાયનીઝ દોરી અને તુક્ક્લના વેપારીને ઝડપી પડ્યા છે. જેમાં માલવિયા નગર ખાતેથી એક વેપારી પાસેથી ચાઇનીઝ દોરીની 10 ફિરકી કબજે કરી છે. જે અંગે રમેશ ઝરીયા નામના શખ્સની ધરપકડ કરવામાં આવી છે.

તો અન્ય એક વેપારી પાસેથી મોટી સંખ્યામાં ચાયનીઝ તુક્કલ કબજે કરી છે. આ વેપારી પાસેથી આશરે 2000 જેટલા ચાયનીઝ તુક્કલ કબજે કાર્ય છે. આ બંને વેપારી વિરુદ્ધ કાયદાકીય કાર્યવાહી હાથ ધરી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે… 

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.