સાબરકાંઠા,
સાબરકાંઠાના ખેડબ્રહ્માના પાંચ મહુડા ગામની યુવતીનો આત્મહત્યાનો મામલો સામે આવ્યો છે. યુવતીના મૃતદેહને ન્યાય માટે 27 દિવસથી ઘરમાં મુકી રખાયો હતો. જેને લઇ વનવાસી સમાજ દ્વારા રેલી યોજી હતી.
આ રેલી ખેડબ્રહ્મા બસ સ્ટેન્ડથી નીકળી હતી. જેમાં મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા અને બેનરો સાથે ન્યાયની માગણી કરી હતી. ઉલ્લેખનીય છે કે આ મામલે પ્રાંત અધિકારીને આવેદનપત્ર પાઠવવામાં આવ્યુ હતુ.
તેમજ લોકોએ શકમંદ આરોપીઓની ધરપકડ કરવાની માગણી કરી હતી. તમને જણાવી દઇએ કે આ મામલે એક યુવતી સહિત 9 લોકો સામે શકમંદ ફરિયાદ નોંધાઇ હતી.
