Not Set/ કોરોના સંકટ વચ્ચે ઢબુડી માતા ફરી મેદાનમાં, ધનજી ઓડના નિવાસસ્થાને ભીડ ભેગી

  ગુજરાત રાજ્યમાં એકબાજુ કોરોનનું સંક્રમણ વધી રહ્યું છે. તો બીજી બાજુ સરકાર સતત કોરોના સામે લડવા તત્પરતા બતાવી ર્હઈ છે. પરંતુ ગુજરાતીઓ કે જે ‘હમ નહીં સુધરેગે’ને યથાર્થ કરવા બેઠા હોય તેમ સતત કોરોના અંગે સરકારે બનાવેલી માર્દર્શિકાનું ઉલ્લંઘન કર્તા નજરે ચઢે છે. અમદાવાનું ગુજારી બજારમાં ખરીદીનો આનંદ માનતા લોકો હોય કે પછી GMDC […]

Ahmedabad Gujarat
 

ગુજરાત રાજ્યમાં એકબાજુ કોરોનનું સંક્રમણ વધી રહ્યું છે. તો બીજી બાજુ સરકાર સતત કોરોના સામે લડવા તત્પરતા બતાવી ર્હઈ છે. પરંતુ ગુજરાતીઓ કે જે ‘હમ નહીં સુધરેગે’ને યથાર્થ કરવા બેઠા હોય તેમ સતત કોરોના અંગે સરકારે બનાવેલી માર્દર્શિકાનું ઉલ્લંઘન કર્તા નજરે ચઢે છે.

અમદાવાનું ગુજારી બજારમાં ખરીદીનો આનંદ માનતા લોકો હોય કે પછી GMDC ગ્રાઉન્ડમાં ક્રિકેટની મજા માણતા યુવાનો હોય  કે પછી કોઈ પણ વિસ્તારનું શાક માર્કેટ લઈ લો તમામ જ્ગ્યા પીઆર આરામથી કોરોના માર્ગ દર્શિકા નો ભંગ થતો જોવા મળી રહ્યો છે.

તેમાં પણ હવે ઢબૂડી માતા ફરી એક વાર મેદાને આવ્યા છે. ચાંદખેડા વિસ્તારમાં આવેલા  ધનજી ઓડ ઉર્ફે  ઢબુડી ના નિવાસસ્થાને ફરી એકવાર ભીડ ભેગી થતી જોવા મળી રહી છે. કોરોનાની મહામારીવચ્ચે અનેક લોકો ઢબુડીમાતાના દર્શને આવી રહ્યા છે.

પ્રાપ્ત વિગતો અનુસાર ધનજી ઓડના ચાંદખેડા વિસ્તારમાં આવેલા દિવ્યકુંજ બંગલોઝ ખાતે મોટી સંખ્યામાં લોકોની ભીડ એકઠી થઈ હતી. ઢબુડી માતા ઉર્ફે ધનજીએ છેતરપિંડી કર્યાની ફરિયાદ થઈ હોવા છતાં આજે લોકો તેમની ઘર બહાર ઉમટ્યા હતા. જ્યાં સોશિયલ ડિસ્ટન્સ નો અને માસ્કનો સદંતર અભાવ જોવા મળ્યો હતો.

ધર્મના નામે લોકો સાથે છેતરપિંડી કરી ગાંધીનગર જિલ્લાના રૂપાલ તેમજ આસપાસના લોકોના કરોડો રૂપિયા લઈને ફરાર થઈ ગયેલ ઢબૂડી માતાને લઇ ઘણા કેસો થઇ ચૂક્યા છે અને તેની વિરૂદ્ધ કોર્ટે પણ આકરૂ વલણ અપનાવ્યું હતું. પરંતુ ફરી એક વખત ઢોંગી ધનજી ઓડ પોતાની હરકતોના કારણે ચર્ચામાં આવ્યો છે. કોરોના મહામારી દરમિયાન પણ આ ઢોંગી પોતાની હરકતોથી બાજ નથી આવી રહ્યો. અને ફરી એકવાર લોકો ના આરોગ્ય સાથે ચેડા કરવાનો પ્રયાસ કરી રહ્યો છે.

નોધનીય છે કે, આજ ઢબૂડી માતા ઉર્ફે ધનજી ઓડ માથે ચૂંદડી નાંખીને પોતાનું મોં ને દેખાય તે રીતે ધતિંગ કરીને કરોડો રૂપિયા બનાવી દીધા છે. રૂપાલના પલ્લી ગામે મેળામાં છૂંદણા બનાવતો આ ઢોંગી હવે આંઠેય આંગળીએ સોનાની વીટીં પહેરે છે. સાત વર્ષ પહેલાં રીક્ષા ચલાવીને પોતાનું ઘર માંડ માંડ પુરુ કરતો ધનજી ઓડ ઉર્ફે ઢબૂડી માતા હવે ફોર્ચ્યુનર કાર સિવાય ફરતા નથી. ઢબૂડી માતાને એક ચોકલેટ આપતા મોટા મોટા રોગ મટાડવાના દાવા કરવામાં આવતા હતા. લોકોને ગંભીર રોગો મટાડી દેવાનો દાવો કરવાનો વીડિયો બનાવીને યુ ટયુબ ઉપર મુકી દીધો હતો. પછી ઢબૂડી માતાના ત્યાં દુઃખીયારાઓની લાઈનો લાગવા લાગી હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને Facebook, Twitter, Instagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરીશકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “MantavyaNews” ની નવી મોબાઇલ એપ્લિકેશન.