Not Set/ સૌરાષ્ટ્ર માટે સાવતેચીની ઘંટડી વાગી ગઇ છે, ગોંડલમાં પાછા નવા 2 કોરોના પોઝિટીવ કેસ સામે આવ્યા

કહેવામાં આવે છે કે, કોરોનાથી ડરવાની જરુર નથી, પરંતુ કોરોનાની સામે બેફિકરાઇથી વર્તન કરવાની પણ બીલકુલ જરુર નથી. જી હા, કોરોના રુપી કાળમુખાએ હેવ સૌરાષ્ટ્ર માટે ખતરાની ઘંટડી વગાડી દીધી હોય તેવુ લાગી રહ્યું છે. ગુજરાતમાં કોરોનાના અઘઘઘ કેસ છે અને 500 નજીક મૃત્યું આંક પણ પહોંચી ગયો છે. ગુજરાતમાં વિસ્તાર મુજબ જોવામાં આવે તો […]

Gujarat Rajkot

કહેવામાં આવે છે કે, કોરોનાથી ડરવાની જરુર નથી, પરંતુ કોરોનાની સામે બેફિકરાઇથી વર્તન કરવાની પણ બીલકુલ જરુર નથી. જી હા, કોરોના રુપી કાળમુખાએ હેવ સૌરાષ્ટ્ર માટે ખતરાની ઘંટડી વગાડી દીધી હોય તેવુ લાગી રહ્યું છે. ગુજરાતમાં કોરોનાના અઘઘઘ કેસ છે અને 500 નજીક મૃત્યું આંક પણ પહોંચી ગયો છે. ગુજરાતમાં વિસ્તાર મુજબ જોવામાં આવે તો સૌરાષ્ટ્રમાં અત્યાર સુધી કોરોનાનો કહેર પ્રમાણમાં ઓછો વરસ્યો હતો.

પરંતુ પાછલા દિવસોથી કોરોનાએ સૌરાષ્ટ્રમાં પગપેસારો મજબૂતાય સાથે કર્યો હોય તેવુ લાગી રહ્યું છે. જી હા, દ્વારકા – જામનગર – જૂનાગઢ અને રાજકોટ જીલ્લાનાં આંતરીયાળ વિસ્તારો સુઘી કોરોનાહાહકાર મચાવવા પહોંચી ગયો છે. ત્યારે સૌરાષ્ટ્રવાસીઓએ કોરોના સામે વધુ સતર્ક થવાની અને સરકાર દ્વારા આપવામાં આવતી સુચનાઓનુ ચુસ્ત પણે પાલન કરવું જ રહ્યું. સૌરાષ્ટ્ર ચેતીજજો સમય છે, કોરોના પોતાનો સકંજો ફેલાવી રહ્યો છે. 

જી હા રાજકોટ શહેરમાં નહીં, પરંતુ રાજકોટ જીલ્લામાં વધુ 2 પોઝિટીવ કેસ સામે આવ્યા છે. રાજકોટના ગોંડલ ખાતે વધુ 2 રિપોર્ટ પોઝિટીવ આવતા ફફડાટ મચવા પામ્યો છે. ગોંડલની અક્ષરધામ સોસાયટીમાં રહેતા પતિ-પત્નિ કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. 63 વર્ષીય વૃધ્ધા અને 65 વર્ષીય વૃધ્ધનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હોવના સમાચારથી શહેરમાં હડકંપ જોવામાં આવી રહ્યો છે.

તો એ પણ ઉલ્લેખનીય છે કે, મંગળવારના રોજ પતિ-પત્નિ અમદાવાદ થી ગોંડલ આવ્યા હતા. 5 તારીખે ગોંડલ આવ્યા બાદ 8 તારીખના રોજ કોરોના લક્ષણ જણાઇ આવતા સેમ્પલ લેવામાં આવ્યા, જેમાં બંનેના રિપોર્ટ પોઝિટીવ આવ્યા છે. આપને જણાવી દઇએ કે, આ બે પોઝિટીવ કેસ સાથે રાજકોટમાં કોરોના પોઝિટિવ કેશ આંક 67 પર પહોંચ્યો છે.  જ્યારે 67 કેસમાંથી રાજકોટ શહેરમાં 63 અને રાજકોટ ગ્રામ્યમાં 4 પોઝિટિવ કેસ નોંધાયા છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન