Not Set/ પાલનપુરમાં પતિને અન્ય મહિલા સાથે લફરું થતા પત્નીને આપ્યા તલાક

પાલનપુરમાં રહેતી એક મહિલાને તેના પતિ દ્વારા ત્રણ તલાક બોલીને ઘરમાંથી તગેડી મુકવામાં આવતા આ પરિણીતાએ તેના પતિ અને સાસરિયા વિરુધ્ધ પોતાને શારીરિક માનસિક ત્રાસ આપવા તેમજ જાનથી મારી નાખવાની ધમકી આપવા મામલે પોલીસ ફરિયાદ નોંધાવી છે. મળતી માહિતી અનુસાર પાલનપુરમાં આવેલ હનુમાન ટેકરી વિસ્તારમાં રહેતી એક મુસ્લિમ પરિણિતાના પતિએ બીજી મહિલા સાથે પ્રેમ સબંધ […]

Gujarat Others

પાલનપુરમાં રહેતી એક મહિલાને તેના પતિ દ્વારા ત્રણ તલાક બોલીને ઘરમાંથી તગેડી મુકવામાં આવતા આ પરિણીતાએ તેના પતિ અને સાસરિયા વિરુધ્ધ પોતાને શારીરિક માનસિક ત્રાસ આપવા તેમજ જાનથી મારી નાખવાની ધમકી આપવા મામલે પોલીસ ફરિયાદ નોંધાવી છે.

મળતી માહિતી અનુસાર પાલનપુરમાં આવેલ હનુમાન ટેકરી વિસ્તારમાં રહેતી એક મુસ્લિમ પરિણિતાના પતિએ બીજી મહિલા સાથે પ્રેમ સબંધ છે. જેમાં તેણીને  એક પુત્રનો જન્મ થયો હતો. આ વિશે પરિણિતાને જાણ થતાં તે તેના પતિ સાથે વાત કરવા જતાં તેના પતિએ તેને ત્રણ વખત તલાક બોલી પત્નિને છુટાછેડા આપી દીધા હતા.

આપને જણાવી દઈએ કે આ અંગે પરણિતાએ પાલનપુર પશ્વિમ પોલીસ મથકે તેના પતિ અને સાસરિયા વિરુધ્ધ  ફરિયાદ નોંધાવી હતી. જેમાં પાલનપુરમાં સૌ પ્રથમ પોલીસે ધ મુસ્લિમ વુમન પ્રોટેકશન ઓફ રાઇટ ઓન મેરેજનો ગૂનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

 નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન.