Not Set/ MV act..!! આરટીઓની લાલિયાવાડીથી પરેશાન ટેમ્પો ચાલક, 400 કિલોની ક્ષમતાના ટેમ્પોમાં, 17000 કિલો ઓવરલોડ વજનનો મેમો

વાપીનો થ્રી વ્હીલર ટેમ્પો નો એક માલિક આરટીઓ વિભાગની હેરાનગતિથી પરેશાન છે.  વાપીમાં ફરતા મીની ટેમ્પોને  છોટાઉદેપુર આરટીઓ વિભાગે દંડ ફટકાર્યો છે.  ટેમ્પોની વજન લઈ જવાની ક્ષમતા 400 કિલો છે.  પંરતુ  છોટાઉદેપુર આરટીઓ વિભાગમાં ચાલતી લાલિયાવાડીને કારણે આ ટેમ્પો માલિકને છોટાઉદેપુર આરટીઓ વિભાગે 17 હજાર કિલો ઓવરલોડ વજન ભર્યું હોવાનો દંડ ફટકાર્યો છે. છોટાઉદેપુર વિભાગે […]

Top Stories Gujarat Others

વાપીનો થ્રી વ્હીલર ટેમ્પો નો એક માલિક આરટીઓ વિભાગની હેરાનગતિથી પરેશાન છે.  વાપીમાં ફરતા મીની ટેમ્પોને  છોટાઉદેપુર આરટીઓ વિભાગે દંડ ફટકાર્યો છે.  ટેમ્પોની વજન લઈ જવાની ક્ષમતા 400 કિલો છે.  પંરતુ  છોટાઉદેપુર આરટીઓ વિભાગમાં ચાલતી લાલિયાવાડીને કારણે આ ટેમ્પો માલિકને છોટાઉદેપુર આરટીઓ વિભાગે 17 હજાર કિલો ઓવરલોડ વજન ભર્યું હોવાનો દંડ ફટકાર્યો છે. છોટાઉદેપુર વિભાગે ફટકારેલી આ મેમોને લઈ  ટેમ્પો માલિક ભારે પરેશાન છે. તો હવે તેઓ ન્યાય ની માંગણી કરી રહ્યા છે.  ત્યારે હવે  છોટાઉદેપુર આર ટી ઓ ની આ  બેદરકારીનું નિરાકરણ આવશે ખરી.

વાપીનો થ્રી વ્હીલર ટેમ્પો નો એક માલિક આરટીઓ વિભાગની હેરાનગતિથી પરેશાન છે. વાપીમાં ફરતા મીની ટેમ્પોને છેક છોટાઉદેપુર આરટીઓ વિભાગે દંડ ફટકાર્યો છે ટેમ્પોની વજન વહન કરવાની ક્ષમતા 400 કિલો છે જોકે છોટાઉદેપુર આરટીઓ વિભાગમાં ચાલતી લાલિયાવાડીને કારણે આ ટેમ્પો માલિકને છોટાઉદેપુર આરટીઓ વિભાગે 17 હજાર કિલો ઓવરલોડ વજન ભર્યું હોવાનો દંડ ફટકાર્યો છે.

વાપીમાં રહેતા જમાલ કાસમ માલવીયાએ દોઢ વર્ષ પહેલા નવસારીથી થ્રીવ્હીલર લોડિંગ પિયાગોની ખરીદી કરી હતી. જોકે હવે તેઓ ટેમ્પોને વેચવા જતાં ખરીદનારે વલસાડ આરટીઓમાં તપાસ કરાવતા ટેમ્પો નં. જીજે-21-ડબ્લ્યુ પર 28000 નો ઓવર લોડનો મેમો બાકી બોલી રહ્યા હોવાની જાણ થઈ હતી. મીની ટેમ્પોની ક્ષમતાવાળા વાહનને હેવી ડમ્પરની ક્ષમતાનો દંડ ફટકારવા માં આવ્યો હોવાની જાણ થતાં જ વાપીના ટેમ્પો ચાલકના પગ નીચેથી જમીન સરકી ગઇ હતી.

જોકે આ વાહન વાપીમાં જ ફરતો હોવાનો અને છોટાઉદેપુર કોઈવાર ગયા પણ ન હોવાનો ટેમ્પો માલિક દાવો કરી રહ્યા છે તેમ છતાં છોટાઉદેપુર આરટીઓ વિભાગ દ્વારા આ વાહનના નંબર પર 17 હજાર કિલો ઓવરલોડ વજન ભરવાનું કહી દંડ ફટકારતા હવે આ વાહનચાલક વાપીથી છોટાઉદેપુરનો ચક્કર કાપી રહ્યો છે.વર્ષ 2018માં છોટાઉદેપુર વિભાગે ફટકારેલી આ મેમોને લઈ હવે વાપીનો ટેમ્પો માલિક ભારે પરેશાન છે અને તેઓ હવે ન્યાય ની માંગણી કરી રહ્યા છે કે સરકાર સુધી આ ફરિયાદ પોહચે તો જ નિરાકરણ આવી શકે એમ છે ત્યારે હવે જોવાનું એ રહ્યું છોટાઉદેપુર આર ટી ઓ ની આ  બેદરકારી નું નિરાકરણ આવશે ખરું ..?

 નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.