લોકસભાની ચૂંટણીની તૈયારી સમયથી જ બંગાળની રાજકીય હિંસાનો દોર શરૂ થયો હત. દુર્ભાગ્ય પૂર્ણ રીતે અજે પણ આ શીલ શીલો ચાલું હોય તેમ કાલે પાંચ-પાંચ લોકોનો ભોગ લેવામા આવ્યા છે. ત્યારે બંગાળનાં ગવર્નર કેશરીનાથ ત્રિપાઠી PM મોદી અને ગૃહમંત્રી અમિત શાહને મળ્યા હતા. પં.બંગાળનાં ગવર્નર કેશરીનાથની આ મુલાકાતથી મમતા દીદી વ્યતિથ થઇ ગયા છે.
પશ્ચિમ બંગાળમાં રાજકીય હિંસા મુદ્દો રાજ્યનાં રાજ્યપાલ કેશરીનાથ ત્રિપાઠીએ ગૃહમંત્રી અમિત શાહની મુલાકાત યોજી હતી. અને રાજ્યમાં રાજકીય હિંસા અંગેની 48 પાનાની વિગતવાર માહિતી ગૃહમંત્રી અમિત શાહને સોંપી છે. જો કે રાજ્યપાલ દ્રાર PM મોદી અને અમિત શાહની લોવામા આવેલી મુલાકાતને સૌજન્ય મુલાકાત ગણવવામાં આવી હતી. મુલાકાત બાદ ત્રીપાઠીએ જણાવ્યું કે “મેં પશ્ચિમ બંગાળની પરિસ્થિતિ વિશે વડા પ્રધાન અને ગૃહ પ્રધાનને અવગત કરવાતો ટુંકો રિપોર્ટ તેમને સોંપી તેના વિશે ચર્ચા કરી હતી. ચર્ચા શું કરવામાં આવી તે આપને જણાવી શકુ તેમ નથી. તો સાથે સાથે હાલતો ત્રીપાઠી દ્રારા પશ્ચિમ બંગાળમાં રાષ્ટ્રપતિ શાસન લાગુ કરવા બાબતે એવુ જણાવવામા આવ્યું છે કે આ મામલે બેઠક દરમિયાન કોઈ પણ પ્રકારની ચર્ચા કરવામાં આવી નથી.

પં.બંગાળનાં ગવર્નરની ઓલ પાર્ટી મીટિંગ દરખાસ્ત
પશ્ચિમ બંગાળના ગવર્નર કેશરીનાથ ત્રિપાઠીએ પુષ્ટિ આપી હતી કે તેઓ રાજ્યમાં શાંતિ જાળવવા માટે એક સર્વસંમતિની મીટિંગનો પ્રસ્તાવ કરશે. તેણે કહ્યું કે તે દરેકને બોલાવશે. જો મમતા બેનરજી, સીએમ તરીકે આ મિટીંગમાં હાજરી આપે તો તે આવકારય અને ખૂબ સ્વાગત પૂર્ણ છે.
બંગાળમાં રાષ્ટ્રપતિ શાસનની માંગ
ગૃહમંત્રી અને પશ્ચિમ બંગાળના રાજ્યપાલ કેશરીનાથ ત્રિપાઠીની મિટીંગ ખૂબ જ મહત્વપૂર્ણ હતી. કારણ કે ભાજપના પશ્ચિમ બંગાળના ઇનચાર્જ કેલાશ વિજયવર્ગીય સહિતના ઘણા નેતાઓએ પ્રાંતમાં રાષ્ટ્રપતિની માંગ માંગવાની શરૂઆત કરી હતી. વિજયવર્ગીયાએ કહ્યું છે કે જો પરિસ્થિતિમાં સુધારો થતો નથી, તો પક્ષ પ્રમુખના શાસનની માંગ કરશે. ભાજપના સાંસદ સૌમિત્રા ખાને રાજ્યની કલમ 356 નો ઉપયોગ કરીને મમતા સરકારને બરતરફ કરવાની પણ માંગ કરી છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.
