Not Set/ મમતા દીદી વિફર્યા : વિરોધીઓને આપી ચેતાવણી, કોઇને સરકાર અસ્થિર કરવા દેશે નહીં

લોકસભાની ચૂંટણીની તૈયારી સમયથી જ બંગાળની રાજકીય હિંસાનો દોર શરૂ થયો હતો. દુર્ભાગ્ય પૂર્ણ રીતે આજે પણ આ શીલ શીલો ચાલું હોય તેમ પાંચ-પાંચ લોકોનો ભોગ લેવામા આવ્યા છે. ત્યારે બંગાળનાં ગવર્નર કેશરીનાથ ત્રિપાઠી PM મોદી અને ગૃહમંત્રી અમિત શાહને દિલ્હી ખાતે મળ્યા હતા. પં.બંગાળનાં ગવર્નર કેશરીનાથની આ મુલાકાતથી  મમતા દીદી વ્યતિથ થઇ ગયા છે. […]

Top Stories India

લોકસભાની ચૂંટણીની તૈયારી સમયથી જ બંગાળની રાજકીય હિંસાનો દોર શરૂ થયો હતો. દુર્ભાગ્ય પૂર્ણ રીતે આજે પણ આ શીલ શીલો ચાલું હોય તેમ પાંચ-પાંચ લોકોનો ભોગ લેવામા આવ્યા છે. ત્યારે બંગાળનાં ગવર્નર કેશરીનાથ ત્રિપાઠી PM મોદી અને ગૃહમંત્રી અમિત શાહને દિલ્હી ખાતે મળ્યા હતા. પં.બંગાળનાં ગવર્નર કેશરીનાથની આ મુલાકાતથી  મમતા દીદી વ્યતિથ થઇ ગયા છે. આ મામલે પં.બંગાળનાં મુખ્યમંત્રી મમતા બેરનજીએ ભાજપ પર પોતાની સરકારને અસ્થિર કરવાનો આરોપ પણ લગાવ્યો હતો. વિફરેલા મમતા દીદીએ વિરોધીઓને ચેતાવણી આપી છે કે પોતે કોઇને પણ સરકાર અસ્થિર કરવા દેશે નહીં.

હાલમાં પં.બંગાળમાં થયેલી હિંસાનાં પગલે પશ્ચિમ બંગાળનાં મુખ્યમંત્રી મમતા બેનરજીએ હાવરામાં રાજ્ય સ્તરની વહીવટી બેઠક યોજી હતી. બેઠકમાં રાજ્યનાં ગૃહ મિનિસ્ટર અને વરિષ્ઠ પોલીસ અધિકારીઓ હાજર રહ્યા હતા. બેઠક બાદ દીદી દ્રારા પોતાનાં નિવેદનમાં જણાવવામાં આવ્યુ કે કેન્દ્રની મોદી સરકાર, પોતાની સરકારને લક્ષ્ય બનાવી રહી છે. મામતા દીદી દ્રારા તીવ્ર સ્વરમાં પોતાના વિરોધીઓ ખાસ કરીને ભાજપ અને CPIMને ચેતવણી આપી કે તે કોઈપણ સંજોગોમાં સરકારને ટુંટવા દેશે નહીં. નોંધનીય છે કે રાજ્યમાં હાલમાં ઉભા થયેલા તણાવને કારણે ભાજપના નેતાઓ, ધારાસભ્યો અને મંત્રીઓ પં.બંગાળમાં રાષ્ટ્રપતિના શાસનની માંગ કરી રહ્યા છે. તો સાથે સાથે મમતા બેનરજી રાજ્યમાં થયેલ હિંસા બનાવો અંગે કશું કહેવાની ના ભણી હતી.

 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.